પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,કડી: કડીમાં સુજાત રોડ પર આવેલ લવકુશ સોસાયટીમાં પાર્ક કરેલ રૂ:-૩૫ હજારનું બાઈક ધોળે દિવસે કોઈ અજાણ્યા શખ્સ ચોરી જતા પોલીસ ફરિયાદ થઇ હતી.

કડીના લવકુશ સોસાયટીના રહીશ રમાબેન રમેશચંદ્ર ના રહેણાંક મકાન આગળ પાર્ક પાર્ક કરેલ સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ જી.જે.૦૨.સી.કયું.૨૨૯૪ નંબરનું રૂ:-૩૫ હજારની કિમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હતો આજુ બાજુ માં તપાસ કરતા કોઈ પત્તો નહિ લાગતા રમાબેન રમેશચંદ્ર એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ વાહન ચોરીનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.