ગરવી તાકાત નવી દિલ્હી

આઇપીએલ 2020 માં એક બાદ એક મોટા આંચકા લાગી રહ્યાં છે સુરેશ રૈનાની આઇપીએલમાંથી પીછે હટ કરવી કે રોયલ ચેલેન્જર્સ બેગ્લોરનો કેન રિચાર્ડસન ટુર્નામેન્ટમાંથી બહાર થવું ચાહકોને હવે આશા છે કે આવો કોઇ આંચકો નહીં આવે પરંતુ હવે રાજસ્થાન રોયલ્સમાંથી સારા સમાચાર મળી રહ્યાં નથી રાજસ્થાન રોયલ્સ તેમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બેન સ્ટોકસને લઇને ચિંતિત છે.

આ પણ વાંચો – સંન્યાસ લીધાના થોડા જ સમયમાં જ ધોનીને મળી ઈગ્લેન્ડના હન્ડ્રેડ લીગ વતી રમવાની મોટી ઓફર!

હકીકતમાં આઇપીએલ માટે તેની હાજરી અંગે સવાલો ઉભા થઇ રહ્યાં છે.બેન સ્ટોક ન્યુઝીલેન્ડમાં પોતાના ઘરે પરત ફર્યો છે તેના પિતા બ્રેન કેન્સર સાથે જંગ લડી રહ્યાં છે જેના કારણે સ્ટોક તેમની પાસે પાછા ફર્યા છે સ્ટોકસે પાકિસ્તાન સામે માત્ર એક મેચ રમી હતી અને ત્યારબાદ તે શ્રેણીમાંથી બહાર નીકળી ગયા હતાં સ્ટોકે કહ્યું કે જયારે તેને તેના પિતાના કેન્સર વિષે ખબર પડી ત્યારે તે લગભગ એક અઠવાડીયા સુધી ઉધી શકયો નહીં અને તે માનસિક દ્‌ષ્ટિકોણથી ઘરે પાછા ફરવાનો યોગ્ય નિર્ણય હતો.

આ સમયે રાષ્ટ્રીય ટીમ માટે નહીં રમે આવી સ્થિતિમાં સ્ટોકસ 4 સપ્ટેમ્બરથી ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિય વચ્ચેની શ્રેણીમાં ભાગ લેશે નહીં. હવે સ્ટોકના આઇપીએલમાં રમવાને લઇને ઘેરા વાદળો છવાઇ ગયા છે જાે કે રાજસ્થાન રોયલ્સ તરફથી સ્ટોક અંગે કોઇ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી

બીજા સાથે સમાચાર શેર કરો.