ગરવીતાકાત,મહેસાણા: મોટી મિલકત મકાન દુકાન અને ટ્રસ્ટ નો મોટો મોચો બતાવી સામેના ને આંજી નાખી ઉછીનું ઉધારીયું કરી રૂ:-૯.૫૦ લાખની છેતરપીંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.મહેસાણા માં રાધનપુર રોડ ના હર્ષાપાક ના રહીશ પાટીદાર સાથે ભાટવાડા ના શખ્સ અને સચિવ મહિલાઓ એજ્યુકેશન ટ્રસ્ટ, કારીયાના ની દુકાન અને ૪૦ લખના મકાનના આન્સમી હોવાનો દબદબો બતાવી એજન્સી સારું રૂપિયા ૯.૫૦ લાખનું ઉછીનું ઉધારીયું કરીને પરત નહિ ફરતા છેતરપીંડી કરતા ચકચાર મચી જવા પામી હતી. આમ ટુકડે ટુકડે રૂ:-૯.૫૦ લખા લઇ જઈને વિશ્વાસઘાત  છેતરપીંડીની બે શખ્સો સામે ફરિયાદ થતા મામલો શહેર પોલીસ માં દર્જ થયો હતો.

પોલીસ સુત્રો માંથી મળતી માહિતી અનુસાર મહેસાણાના રાધનપુર રોડ પરની હર્શાપર્ક સોસાયટીમાં રહેતા પટેલ મહેશકુમાર કેશવલાલ ઉ.વ.૪૪ નો સંપર્ક કરી મહેસાણાના નોચોભાટ વાડાના રહીશ દિનેશભાઈ ગુણવંતભાઈ બારોટ અને સંગીતા બેન (સચિવ) બંનેએ ફરિયાદી મહેશકુમાર પટેલને કહેલ રાધનપુર રોડ પર ૪૦ લાખનું મકાન છે. તેમજ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવે છે. તેઓ એ ટ્રસ્ટ ને નામે અને કારીયાનું, દૂધ-છાસ ની એજન્સી માટે રૂ:-૯.૫૦ લઇ જઈને વિશ્વાસઘાત કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં બહાર આવ્યું હતું.

આ બાબતે પટેલ મહેશકુમાર કેશવલાલ ઉ.વ.૪૪ (રહે: હર્ષાપાર્ક સોસાયટી કનક પાર્ક ની બાજુમાં રાધનપુર રોડ મહેસાણા) એ દિનેશભાઈ ગુણવંતભાઈ બારોટ રહે નીચોભાટ વાડો મહેસાણા અને સંગીતાબેન (સચિવ)ની વિરોદ્ધ મહેસાણા અને શહેર પોલીસ મથક બી-ડીવીઝન માં ફરિયાદ નોંધવી હતી. સને ૨૦૧૮ એપ્રિલ માસ દરમ્યાનની આ ઘટના માં પોલીસે દિનેશભાઈ બારોટ અને સંગીતાબેન બંને ની વિરુદ્ધ ફરિયાદના પગલે ઈ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪,મુજબ છેતરપીંડી ના ગુના સબબ કાનૂની કાર્યવાહી કરી હતી. જેની વધુ તપાસ પો.સ.ઈ.જે.એલ.બોરિયા ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું છે.

બીજા સાથે સમાચાર શેર કરો.