ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લાના બાયડ માલપુર ધનસુરા ના જાણિતા પર્યટન સ્થળો ને વિકાસ કરવા બાયડ પ્રાંત ઓફિસર દ્વારા જિલ્લા કલેકટર ને રજૂઆત કરવામાં આવી છે બાયડ તાલુકામાં આવેલું ઝાંઝરી ધોધ વાત્રક નદી ઉપર ડાભા ગામથી ત્રણ કિલોમીટર ના અંતરે આવેલું ડાભા થી ઝાંઝરી

જવા માટે તો ડામર નો રોડ છે પરંતુ ઝાંઝરી થી ઝાંઝરી ધોધ જોવા માટે કાચા રસ્તે થી પર્યટકો ને જવું પડે છે આ સ્થળનો વિકાસ કરવા માટે વોકવે રસ્તામાં બેસવાની વ્યવસ્થા રોડ ધોધ ઉપર સરક્ષણ બેરીકેટ જીવન રક્ષક સરવૈયા જેવી જરૂરિયાતો છે મંદિર નજીક ચિલ્ડ્રન પ્લે પાર્ક પાર્કિંગ ની વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે આ જગ્યાના રસ્તા માટે બેટરી ઓપરેટર ટેક્સી ની જરૂરિયાત છે અને પ્લાસ્ટિક બંધ કરવાની જરૂરિયાત છે માલપુર તાલુકામાં આવેલું  ભોમાતા મંદિર વાત્રક મગોડી અને વાત્રક ડેમ નજીક આવેલું છે આ મંદિર બહુ જ સુંદર અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું છે આ બહુ જ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર હોવાના કારણે હાલ અત્યારે ત્યાં રસ્તાની વ્યવસ્થા નથી ચાલીને જવું પડે છે મંદિરે દરેક સમાજનું અને વિશેષરૂપે ઠાકોર સમાજ નું સ્થાન છે હાલ બે કિલોમીટર જવાનો રસ્તો નથી અને મગોડી થી ત્રણ કિલોમીટર રસ્તો કાચો છે ભોમાતા માતા મંદિરનો વિકાસ થઈ શકે તો ત્યાં બોટિંગ ની વ્યવસ્થા પાર્કિંગની વ્યવસ્થા કરવાની તાત્કાલિક જરૂરિયાત છે આ સિવાય પણ માલપુર તાલુકામાં અન્ય પણ જોવા લાયક ઘણા સ્થળો છે શૂરપાણેશ્વર મંદિર જે ઉભરાણ નજીક બહુ જ પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરનો વિકાસ આયુર્વેદિક છોડવાઓના બગીચા થી નદીના કિનારા નજીક આ મંદિરમાં લાઇટ શો પગદંડી રસ્તો અને આ સ્થળ નું સૌન્દર્ય કરવાની જરૂરિયાત છે વાત્રક ડેમ માલપુર તાલુકાના ભોમાતા ટેકરીઓ વચ્ચે વાત્રક જળાશય ખુબજ રમણીય અને સુંદર જગ્યા છે અહીંયા બોટિંગ વ્યવસ્થા બગીચો પોઇન્ટ ફોટોગ્રાફી આયુર્વેદિક છોડવાના બગીચા બનાવવામાં આવે તો પ્રવાસીઓ ની અવરજવર વધુ રહેશે મગોડી વેટલેન્ડ માલપુર તાલુકાના મગોડી ગામ નજીક ટેકરીઓ વચ્ચે કુદરતી તળાવ છે આ કુદરતી તળાવ કેટલાક પક્ષીઓનો આશ્રય સ્થાન છે આજે વિકસિત કરવામાં આવે તો અહીંયા પ્રવાસીઓની સાથે વિદેશીઓનું પણ આગમન થઈ શકે છે પાણી નીકળવા માટે પ્રતિબંધ પ્લાસ્ટિક બંધ જરૂરિયાત સાથે ગામમાં જવા માટે સારો રસ્તો પાર્કિંગની વ્યવસ્થા બગીચા પક્ષી વ્યું પોઇન્ટ ફોટોગ્રાફ્સ પોઇન્ટ દૂરબીન ની વ્યવસ્થા કરવાની તાત્કાલિક જરૂરિયાત છે અરવલ્લી જિલ્લાના બાયડ ઝાંઝરી ધોધ માલપુરના મગોડી નું વેટલેન્ડ તેમજ અન્ય પાંચ જાણીતા ધાર્મિક જગ્યાની પ્રવાસનધામ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ સાથે બાયડ પ્રાંત અધિકારી શ્રી એ જિલ્લા કલેકટર ને રજૂઆત કરી છે ઉપરોક્ત સ્થળોનો વિકાસ કરાય તો પર્યટકો અને શ્રદ્ધાળુઓ નો ઘસારો વધી શકે છે બાયડ પ્રાંત અધિકારી શ્રી દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટરને રજૂઆત કરતા જણાવ્યા મુજબ બાયડના ઝાંઝરી માલપુર મગોડી તેમજ અન્ય ધાર્મિક સ્થળોની પ્રવાસનધામ તરીકે વિકસાવવા જિલ્લાકક્ષાના પ્રવાસનધામ કમિટીમાં ચર્ચા કરવામાં આવી અને જાણીતા સ્થળના વિકાસ માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવે તેમ જણાવ્યું હતું અરવલ્લી જિલ્લામાં અનેક એવા જાણીતા સ્થળો વિકાસ ચમકી રહ્યા છે જેમાં બાયડ તાલુકાનું ઝાંઝરી ધોધ વૈજનાથ મહાદેવ મંદિર ધારેશ્વર મહાદેવ મંદિર તેમજ માલપુર તાલુકાના વાત્રક ડેમ વેટલેન્ડ ભોમાતા મંદિર સહિતના જાણીતા સ્થળો નો સમાવેશ થાય છે સરકાર દ્વારા ઉપરોક્ત પર્યટક સ્થળ તરીકે વિકાસ કરાય તો પ્રવાસીઓનો વધારો થઈ શકે છે ખાસ કરીને બાયડના ઝાંઝરી ધોધ નિહાળવા ગુજરાતભરમાંથી પર્યટકો ઉમટી પડે છે પરંતુ આ સ્થળે પાયાની કે પ્રાથમિક કોઈ સુવિધા ન હોવાથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ માલપુર માં આવેલું મગોડી વેટલેન્ડ અરવલ્લી માં જોવાલાયક સ્થળોમાં તળાવ આવેલું છે ચોમાસાની સિઝનમાં આ તળાવ છલોછલ થાય ત્યારે અદભુત નજારો જોવા મળી છે આ તળાવ માં વિવિધ પ્રજાતિના પક્ષીઓ આશરો લે છે પરંતુ આ સ્થળો પ્રત્યે સરકારે ઓરમાયુ વર્તન કરી કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી આ ઉપરાંત અરવલ્લી માં સૌથી મોટું જળાશય વાત્રક ડેમ ની આસપાસના વિસ્તારોનો વિકાસ કરવામાં આવે તો પ્રવાસનધામ બની શકે છે તેમજ અન્ય ત્રણ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી બની ગયું છે