ગરવીતાકાત,અરવલ્લી: હાલ મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભિલોડા આઈ.સી.ડી.સી કચેરી દ્વારા શામળાજી ખાતે આવેલ સુપ્રસિદ્ધ પ્રાણનાથજી મંદિર ખાતે આંગણવાડી કાર્યકરો અને મહિલાઓ માટે “બેટી બચાવો બેટી પઢાવો” અંગે શ્રેયા પટેલ દ્વારા માર્ગદર્શન અને વિસ્તૃત માહિતી વ્યાખાન રૂપે આપી હતી બાકરોલના “નીરવ કલાવૃંદ” ના નટુભાઈ બારોટ તથા સાથી કલાકારોએ ભવાઈ મારફતે “બેટી બચાવો બેટી પઢાવો” અંગે મહિલા જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો શામળાજીમાં આંગણવાડી કાર્યકરોએ મહિલા સશક્તિકરણ ના બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી જનજાગૃતિ માટે શામળાજીના સમગ્ર વિસ્તારમાં ફરી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી