ગરવીતાકાત,અરવલ્લી(તારીખ:૧૬)

અન્ન સલામતી કાયદો- ૨૦૧૩ના અમલીકરણના કાયદાનું રાજ્યમાં અને અરવલ્લી જીલ્લામાં અસરકારક અમલવારી અને ટ્રાયબલ વિસ્તારના લોકોને અન્ન સલામતી કાયદો- ૨૦૧૩ અંગે માહિતગાર કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં યોજનાનો લાભ મળી રહે તે માટે અન્ન સુરક્ષા અધિકાર અભિયાન સમિતિએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આદિવાસી અધિકાર મંચ અરવલ્લી-સાબરકાંઠા અન્ન સુરક્ષા અધિકાર અભિયાન સમિતિના જીલ્લા પ્રમુખ રમણભાઈ પાંડવ અને ભિલોડાના જશુભાઈ અસારી અને સમિતિના સદશ્યોએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે,અરવલ્લી જીલ્લા અને ભિલોડા તાલુકાના નાગરિકોને અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અમલીકરણ અને આદિવાસી વિસ્તારના લોકોને કાયદાની માહિતી અને કાયદા હેઠળના વિવિધ લાભો જેવા કે,અન્ન સલામતી કાયદા હેઠળ અગ્રતાક્રમ ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ ૫ કિલો અનાજ અને અંત્યોદય રાશનકાર્ડ ધરાવતા પરિવારને ૩૫ કિલો અનાજ ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખાનો જથ્થો પુરેપુરો આપવામાં ,આવે રેશન વિતરણની દુકાનો મહિનામાં ૨૪ દિવસ ખુલ્લી રાખવામાં અને કોમ્પ્યુટર રશીદ આપવામાં આવે, રેશનિંગ વિતરણ કરતી દુકાનોમાં ૧૦ તારીખ પહેલા જથ્થો ફાળવવામાં આવે અને સ્ટોકના બોર્ડ દર્શાવાની માંગ કરવાની સાથે આંગણવાડી માંથી પોશાક આહાર પુરેપુરો મળી રહે , પાણી અને શૌચાલયની સુવિધાથી કોઈ પરિવાર વંચિત ન રહે અને મધ્યાહ્ન ભોજન સુવિધા સુધારવામાં આવેની માંગ કરી હતી.

Contribute Your Support by Sharing this News: