એક સમયે માર્કેટમાં 100 રૂપિયે કિલો વેચાણ થતા ટમેટા હાલ 2 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. ભાવનગરમાં ટમેટાના ભાવોમાં ઘટાડો થતા હવે ખેડૂતો માટે આ ટમેટા બોજારૂપ બની ગયા છે. તેથી વાડીમાંથી ટમેટાને યાર્ડમાં વેચાણમાં લઈ જવા કરતા તેને વીણવાની મજૂરી મોંઘી પડતા હાલ ખેડૂતો આ

ટામેટા હાલ એટલા સસ્તા થઇ ગયા છે કે તેને વાડીમાંથી વીણી અને યાર્ડમાં વેચાણમાં લઇ જવાની મજૂરી પણ મોંઘી પડી રહી છે. થોડા સમય અગાઉ ટમેટાના ભાવ તેના કલરની જેમ જ લાલચોળ થયા હતા અને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. સમય જતા હાલ ટમેટાના ભાવ બે રૂ. કિલોના ભાવે યાર્ડમાં વેચાઈ રહ્યા છે. જે સારી ક્વોલિટી હોય તો, જયારે સેકન્ડ નંબરનો માલ તો ફેંકી દેવો પડે અથવા તો માલ ઢોરને ઘાસચારામાં આપી દેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

બીજી બાજુ કોબી અને ફ્લાવરના ભાવો પણ તળિયે બેસી ગયા છે. ટામેટાની જેમ કોબી, ફ્લાવરના ભાવ પણ સસ્તા થઈ ગયા છે. ખેડૂતોને શાકભાજીને ખેતરથી યાર્ડ સુધી લઇ જવાનો ખર્ચ પોટકા દીઠ 7 રૂપિયા ચૂકવવો પડે છે. જ્યારે તે માત્ર 10 રૂપિયામાં 10 કિલોના પોટકાના ભાવે વેચાઈ રહ્યાં છે. જ્યારે તેની વાવણીથી લઈને જાળવણી કરવી અને તેને લણવાની 200 રૂપિયા મજૂરી ચૂકવ્યા બાદ હાલ તો ટમેટા ખેડૂતોને માથે પડી રહ્યાં છે. જેથી ખેડૂતોએ તેની જાળવણી લેવાનું બંધ કરી દીધું છે. આ ટમેટાના વાવેતરને સીધું જ પશુધનના હવાલે કરવાનો વિચાર કરી રહ્યા છે.

ભાવનગરના ઘણા ખેડૂતો ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરીને ટમેટાનું ઉત્પાદન કરી રહ્યા છે, જેનો ભાવ સામાન્ય કરતા વધુ હોય છે. પરંતુ આ ટમેટા પણ 20-30 રૂપિયે મણના ભાવે વેચાતા હોય ત્યારે ખેડૂતો પણ ટામેટાના પાકને ખેતરમાંથી દૂર કરવાની તૈયારી કરી રહ્યાં છે. ઓર્ગેનિક ટમેટાના ભાવો પણ ખેડૂતોને મળી નથી રહ્યાં. તો સામે ટામેટા વીણવાની મજૂરી પણ મોંઘી પડી રહી છે. આ કારણે મહામહેનતથી ઉગાડેલા ટામેટાને ખેડૂતો પશુધનને હવાલે કરવાનું વિચારી રહ્યાં છે.

Contribute Your Support by Sharing this News: