ગરવી તાકાત,બેચરાજી
બહુચરાજી  વિસ્તારમાં  આ વર્ષે વધુ વરસાદ પડવાને કારણે ખેડુતોના ઉભા પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા પામેલ હતુ, જેથી અહીના સ્થાનીક  ધારાસભ્ય ભરતજી ઠાકોર બેચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે રૂબરૂ મુલાકાતે પહોચ્યા હતા, જેમાં તેમને ગામના લોકો સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નોનોના નિરાકરણ અંગે ચર્ચા કરી હતી.
આ અગાઉ પણ બેચરાજી ધારાસભ્યએ બેચરાજી મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ હતુ કે બેચરાજીમાં 1 જ દિવસમાં 10 થી વધુ વરસાદ પડ્યો હોવાથી ખેડુતોના પાકને નુકસાન થયુ છે જેથી અતિવ્રૃષ્ટી જાહેર કરી સહાયની માંગ કરી હતી.

આ પણ વાંચો – ઉંઝા APMC ના ચેરમેનનો અનઅધિકૃત માણસ સેસ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ કરતો કેમેરામાં કેદ

આમ આ અંગે ખેડુતોના પાકને વરસાદના કારણે કેટલુ નુકશાન પહોંચ્યુ છે એ અંગે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને ખેતરોમાં પાકને થયેલ નુકશાન અંગે સરકાર સહાય જાહેર કરે, તેવા હેતુથી ધારાસભ્ય સક્રિય થઈને ગ્રામ્ય વિસ્તારના લોકોની મુલાકાત લીધી હતી.
બીજા સાથે સમાચાર શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here