ગરવીતાકાત,પાટણ: શહેરના મધ્યમાં અને આપણી બેન્કની નામના ધરાવતી પાટણ નાગરિક સહકારી બેંક ખાતે પાટણ  સાંસદ  ભરતસિંહ ડાભી ને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સહકાર ભારતીના નિરંજનભાઇ  પટેલ  અને પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાટણ શહેરમાં આપણી બેન્કની નામના ધરાવતી પાટણ નાગરીક સહકારી બેંકના ચેરમેન સુરેશભાઇ સી પટેલે જ્યારથી બેન્કનું સુકાન સંભાળ્યું છે ત્યારથી બેન્ક સતત પ્રગતિના સોપાન સર કરી રહી છે માત્ર બેન્કિંગ ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક અને અન્ય બાબતોમાં પણ બેંક દ્વારા ગ્રાહકોને પૂરતો સહયોગ મળી રહે તેવું વાતાવરણ બેંકના કર્મીાઆે અને ડિરેક્ટરો દ્વારા ઊભું કરવામાં આવી રહ્યું છે.

બેન્કની  માર્કેટ યાર્ડ ખાતે આવેલ શાખામાં બેંકના ડિરેક્ટરો અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પાટણના સાંસદ ભરતસીહ ડાભીનું સન્માન સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ચેરમેન સુરેશભાઇ સી પટેલે બેંકની કામગીરી તથા સાંસદ ભરતસિહ ડાભીનો સર્વેને પરિચય કરાવ્યો હતો તો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પ્રદેશ મહામંત્રી કેસી પટેલે પણ બેન્ક અને સુરેશભાઈ  સાથેના તેમના નાતાનિ યાદ તાજી કરાવતા દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તાજેતરમાં જ એક દેશ  એક સવિધાનની વાતને લઈને ૩૭૦ ની કલમ નાબૂદ કરવાની ક્ષણો પાટણના સાંસદ ત્યાં ઉપસ્થિત હતા અને સહભાગી બનવાનો લ્હાવો મળ્યો તે વાતને વાગોળી હતી,

આ ગૌરવ ભરિ ક્ષણને આપણે ક્યારેય નહીં ભૂલી શકે તેમ જણાવ્યું હતું તો આ કાર્યક્રમ જેમના માટે આયોજિત કરવામાં આવેલ હતા તેવા સાંસદ ભરતસિંહ ડાભી એ બેન્ક પરિવાર અને સભાસદોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મને પાટણમાં ખુબ લોકચાહના મળી છે અને હું ક્યારેય તે નહીં ભૂલી શકું પાટણ ખાતે આજે મારો આ પ્રથમ સન્માન સમારોહ છે અને તે પણ બેન્કના અગ્રણીઓ દ્વારા યોજવામાં આવેલ છે જે મારા માટે ગૌરવની બાબત છે પાટણ જિલ્લામાં અને શહેરમાં મારે વિકાસ કામગીરી આગળ ધપાવવાની છે જેમાં આપનો મને પૂરતો સહકાર મળશે તેવી આશા વ્યક્ત કરી હતી  કાર્યક્રમનું સફળ સંચાલન શાંતિભાઇ સ્વામીએ કર્યું હતું અંતમાં આભાર દર્શન અતુલભાઇ પટેલે કરાવ્યું હતું આ કાર્યક્રમમાં બેંકના પૂર્વ ચેરમેન મનસુખભાઇ પટેલ  ડિરેક્ટરો અને બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીજા સાથે સમાચાર શેર કરો.