ભાભરના મીઠા ગામે એરંડા અને ઘઉંના ખેતરમાં ઉગાડેલ ગાંજાના છોડ ઝડપાયા 

શેર કરવા અહીં ક્લિક કરો.

પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી, સરહદી રેન્જ, ભુજ  તથા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓએ  આપેલ  સુચના  અન્વયે જે.બી. અગ્રાવત પોલીસ ઈન્સ્પેક્ટર તથા પો.સ.ઇ એન.એન.પરમાર તથા  સ્ટાફના  એ.એસ.આઈ કાંતીલાલ તથા હેડ.કો.વનરાજસિંહ તથા જીતેન્દ્રકુમાર તથા ગિરીશભારથી તથા પો.કોન્સ. સંજયસિંહ તથા ધેમરભાઈ તથા દલપતસિંહ તથા નરભેરામ તથા ભોજુભા તથા દિનેશકુમાર તથા રાજેન્દ્રકુમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો ભાભર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.ઈન્સ. નાઓને મળેલ બાતમી હકીકત આધારે ખુમાજી રામજીજી ઠાકોર (રાઠોડ‌) રહે.મીઠા સીમ તા. ભાભરવાળો ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટાના એરંડા તથા ઘઉંના ખેતરમાં ઉગાડેલ ગાંજા છોડ નંગ ૮૪૮  કિંમત રૂ.૨૯૦૦૦૦/- નો તથા મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦/નો મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૨૯૦૫૦૦/- ના મુદ્દામાલ સાથે  સદરહુ ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ NDPS એકટ મુજબ ભાભર પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર  કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.