Monday, September 28, 2020
Home ક્રાઈમ બલાસર કેનાલમાં  દંતાણી સમાજના પ્રેમીપંખીડાનો આપઘાત

બલાસર કેનાલમાં  દંતાણી સમાજના પ્રેમીપંખીડાનો આપઘાત

મહેસાણાના કડી શહેરની બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગુરુવાર વહેલી સવારના રોજ બલાસર ગામ નજીક થી બે પ્રેમી પંખીડાની લાશ મળી આવી. કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાની મદદથી લાશને કેનાલ માંથી બહાર કાઢી પોલીસે વધુ તપાસ હાથ ધરી. કડી શહેરની બાજુમાંથી પસાર થતી ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા કેનાલ થોડા સમયથી પ્રેમીપંખીડાના મૃત્યુ માટે નામચીન થયી ગયી છે.
કડીના મલ્હારપુરા વિસ્તારમાંથી આશરે 20 થી 22 વર્ષના દંતાણી સમાજના યુવક અને યુવતી બે દિવસ અગાઉ ભાગી ગયા હતા. જે ગુરુવારના રોજ સવારે કડીની બલાસર ગામ પાસે આવેલી કેનાલમાંથી બંનેના એકબીજા સાથે હાથ બાંધેલી મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી ઓળખવીધી કરાવતા કડીના મલ્હારપુર વિસ્તારના હોવાનું માલુમ થતા કડી પોલીસે મૃતકના વાલી વારસોને જાણ કરી ઘટના સ્થળે બોલાવ્યા હતા.જોકે સમગ્ર મામલે મૃતકના વાલી વારસો દ્વારા બન્ને એકજ સમાજના હોવાથી સમાજમાં ઈજ્જત જવાના લીધે કડી પોલીસને આગળની કાર્યવાહી કરવાની ના પાડી દેવામાં આવી હતી.
બીજા સાથે સમાચાર શેર કરો.