પાલનપુરમાં બેટી બચાવો કાર્યક્રમમાં લોકો ભાવુક થયા
ભારતમાં છેલ્લા 10 વર્ષમાં 6 કરોડ 30 લાખ દીકરીઓની ગર્ભમાં હત્યા થઈ છે: ડો ગણેશ રાખ
ધોરણ 12માં નીટની પરીક્ષામાં સફળતા હાંસલ કરનાર ટોપ 33 તેજસ્વી દીકરીઓને મોમેન્ટ આપી સન્માની

પાલનપુરમાં બેટી બચાવો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાણીતા બેટી બચાવો આંદોલનના પ્રણેતાને સાંભળી લોકો ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા 10 વર્ષમાં 6 કરોડ 30 લાખ દીકરીઓની ગર્ભમાં હત્યા થઈ છે. કાર્યક્રમમાં ધોરણ 12માં નીટની પરીક્ષામાં સફળતા હાંસલ કરનાર ટોપ 33 તેજસ્વી દીકરીઓને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. 
બેટી બચાવો જન આંદોલનના પ્રણેતા ડો ગણેશ રાખ પાલનપુર ના મેહમાન બન્યા હતા દેશ વિદેશમાં બેટી બચાવો અભિયાનના  જન આંદોલનમાં ડો ગણેશ રાખના સમર્થનમાં બે લાખ ડોક્ટર ,12 હજાર સંસ્થાઓ અને 20 લાખ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. પુના મહારાષ્ટ્ર ના વતની એવા ડો ગણેશ રાખની પોતાની હોસ્પિટલમાં જો  દીકરી જન્મ થાય તો ઉત્સાહ ભેર  ઉજવણી સાથે પ્રસૂતા ની સારવાર મફત કરવામાં આવે છે. જિલ્લા મથક પાલનપુરમાં વિદ્યામંદિર સંકુલમાં યોગા હોલ ખાતે વિદ્યામંદિર ટ્રસ્ટ,મહિલા કલા નિધિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ બેટી બચાવો જન જાગૃતિ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન પદે ડો ગણેશ રાખ હાજર રહ્યા હતા. દીકરીઓના સન્માન કાર્યક્રમમાં પાલનપુર શહેરની તમામ સાયન્સ પ્રવાહ શાળામાં ધોરણ 12માં નીટની પરીક્ષામાં સફળતા હાંસલ કરનાર ટોપ 33 તેજસ્વી દીકરીઓને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ સાથે 21 જૂને જન્મેલી દીકરીઓમાં પ્રથમ દીકરીનું ડો ગણેશ રાખ ના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કલા સુષ્ટિ ફાઉન્ડેશના ચંદુભાઈ એટીડી દ્વારા બેટી બચાવો  સહી અભિયાનને મંચ પર ડો ગણેશ રાખના હસ્તે મહેમાનો વચ્ચે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ગુજરાત ડોટર્સ પેરેન્ટ્સ ક્લબની સ્થાપના પણ કરવામાં આવી છે. ડો ગણેશ રાખને બોલીવુડના મિલિયન સુપર સ્ટાર અમિતાભ બચ્ચન પણ સમાજ જીવન ના  રિયલ હીરો માને છે.  અમિતાભ બચ્ચન એ ટીવી શો  ડો ગણેશ રાખ સહિત તેમના પરિવારનું સન્માન કર્યું છે.ગણેશ રાખ એ જણાવ્યું હતું “દીકરી અને દીકરા જન્મમાં ખુશી અને દુઃખના મતભેદ જોતા આજથી આઠ વર્ષ પહેલા બેટી બચાવો જન આંદોલનની શરૂઆત કરી હતી. વર્ષ 17-18 ના વર્ષ માં આવેલ એક સર્વે મુજબ આખા વિશ્વ માં ભારત એક એવું દેશ છે જ્યાં છેલ્લા 10 વર્ષમાં માતાની કૂખમાં 6 કરોડ 30 લાખ દીકરીઓની ભ્રુણ હત્યા થઇ છે. અમારી હોસ્પિટલના પ્રસૂતિ માટે આવતી મહિલાને જો દીકરી જન્મે તો અમારી હોસ્પિટલ દ્વારા એક પણ પૈસાની ફી લેવામાં આવતી નથી ઉપરાંત માતા અને પુત્રીને ગર્વભેર તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે 

Contribute Your Support by Sharing this News: