બેચરાજી: નવિન માર્ગ વારંવાર જર્જરીત, તંત્રની નોટીસ થઇ બુઠ્ઠી

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,બહુચરાજી(તારીખ:૨૫)

બેચરાજી તાલુકા માર્ગ મકાન(પંચાયત)ની કામગીરી સવાલો વચ્ચે આવી છે. બેચરાજીથી બિલીયા જતો માર્ગ તાજેતરમાં જ નવિન બનાવ્યો છતાં વારંવાર જર્જરીત થઇ રહ્યો છે. જેની સામે તંત્ર પણ વારંવાર નોટીસ આપી રીપેર કરાવવાની ગતિવિધી કરે છે. આ દરમ્યાન રીપેર છતાં ફરી જર્જરીત થતો હોવાનુ સામે આવતા પંચાયતના અધિકારીઓની કાર્યવાહી બુઠ્ઠી થતી હોવાના ગંભીર સવાલ બન્યા છે. આ સાથે નવિન માર્ગ તૈયાર કરતા ગુણવત્તા સામે આશંકા બની છે. મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના ગ્રામ્ય માર્ગની ગુણવત્તા અને તેની સામે થતી કાર્યવાહી ચોંકાવનારી હોવાનુ સામે આવ્યુ છે. બેચરાજી ગામથી બિલીયા સુધી જતો માર્ગ તાજેતરમાં જ નવિન બનાવ્યો હતો. આ પછી ગણતરીના મહિનાઓમાં જર્જરીત થતાં ગેરંટી પિરીયડમાં હોવાથી બેચરાજી તાલુકા પંચાયતે નોટીસ આપી હતી. જેથી કોન્ટ્રાક્ટ એજન્સીએ માર્ગ રીપેરીંગ કર્યો હતો. જોકે ફરીથી જર્જરીત થયો હોવાનુ સામે આવતા પંચાયતે ફરી નોટીસ આપવાની તૈયારી કરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, નવિન માર્ગ વારંવાર જર્જરીત તો તેની સામે વારંવાર નોટીસથી અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. નવિન માર્ગ તૈયાર કરતા દરમ્યાન ગુણવત્તા સામે લાલિયાવાડીનું સેટિંગ થયાની આશંકાથી નજીકના રહીશો ચોંકી ગયા છે. સમગ્ર મામલે સુત્રોએ જણાવ્યુ હતુ કે, 16 કિલોમીટરનો નવિન માર્ગ વારંવાર જર્જરીત થતો હોઇ તાલુકા પંચાયતની કાર્યવાહી બુઠ્ઠી સાબિત થતી હોવાનો રીપોર્ટ સામે આવ્યો છે.

તસ્વીર અહેવાલ કપિલસિંહ દરબાર બહુચરાજી 

ગમ્યું તો આગળ શેર કરો.