ગરવીતાકાત(તારીખ:૨૮)

29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી ફેસ્ટિવ સીઝનમાં તમારે કાસ પ્લાનિંગ કરવી પડશે. નહી તો તમારી તહેવારની મજા બગડી શકે છે. હકીકતમાં આગામી મહિને એટલે કે ઓક્ટોબરમાં બેન્કો લાંબા સમય સુધી બંધ રહેવાની છે. પહેલા દશેરા અને પછી દિવાળી જેવા મોટા તહેવારોના કારણે ઓક્ટોબરમાં 11 દિવસો બેન્ક બંધ રહેશે. તેવામાં જો તમારે બેન્ક સાથે સંબંધિત કામ રજાઓ અનુસાર મેનેજ કરવા પડશે.

ઓક્ટોબરમાં આ દિવસે બેન્કો રહેશે બંધ: ઓક્ટોબર મહિનામાં રજાઓની શરૂઆત 2 ઓક્ટોબરે થશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના કારણે બેન્કો બંધ રહેશે. તે બાદ 6,7 અને 8 ઓક્ટોબરે સતત ત્રણ દિવસો બેન્કોમાં કોઇ કામકાજ નહી થાય

6 ઓક્ટોબરે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.

તે બાદ સોમવારે એટલે કે 7 ઓક્ટોબરે નવમી છે.

8 ઓક્ટોબરે દશેરાના કારણે બેન્કોમાં રજા હશે.

તે બાદ 12 ઓક્ટોબરે મહિનાનો બીજો શનિવાર હોવાના કારણે બેન્કોમાં રજા રહેશે.

13 ઓક્ટોબરે બેન્કોમાં રવિવારની રજા હશે.

મહિનાના આખરમાં સતત ચાર દિવસ બેન્કો બંધ રહેશે. આગામી રવિવારની રજા 20 ઓક્ટોબરે છે.

આ વર્ષે દિવાળી પર રવિવારે છે. 27 ઓક્ટોબરે રવિવાર અને દિવાળી હોવાના કારણે બેન્ક બંધ રહેશે.

28 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના કારણે રજા રહેશે.

29 ઓક્ટોબરે ભાઇ બીજના કારણે રજા રહેશે.

બીજા સાથે સમાચાર શેર કરો.