પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા શહેર માની બેન્કોના એ.ટી.એમ.માં રોકડ નાણા નાખવામાં ફરજ યુક્ત બનેલા ત્રણ શખ્શો એ રૂ:-૮.૯૩ લાખની ઉચાપત કાર્યોના મુદ્દે વાળા થઈને ચીભડા ગળે તેવા અજીબ કિસ્સામાં પોલીસ ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી હતી. શહેર પોલીસે ફરિયાદ ના પગલે બેન્કોની કેશ નાખવામાં છેતરપીંડી કરનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

વેજપુર અમદાવાદ ગણેશ એપાર્ટમેન્ટના રહીશ કમલેશજી દુધાજી રત્નજી ઠાકોર ની મહેસાણા શહેર પોલીસ-એ-ડીવીઝનમાં નોંધાયેલ ફરિયાદ માં ચોકાવનારી વિગતો બહાર આવી છે. ગત તારીખ ૬ જુન થી તારીખ ૧૬ જુલાઈ દરમ્યાન મહેસાણાના ત્રણ શખ્સોએ મિલીભગત હેઠળ એ.તી.એમ.માં કેશ નાખવામાં બેંક સામે છેતરપીંડી કરી,આ ગુનાહિત કૃત્ય છુપાવવાના મામલે પોલીસ ફરિયાદ થઇ હતી.

અમદાવાદના કમલેશજી ઠાકોરે મહેસાણાના ગ્રીન સોસાયટી ના કેતન સનાલાલ સુતરીય મહેસાણાના માનવ આશ્રમ ચોકડીના વાઘેલા જયદીપ દશરથ ભાઈ તથા કસ્બા મહેસાણાના કૃષ્ણકાન્ત જયંતિલાલ ગાંધી વિરુદ્ધ મહેસાણા શહેર પોલીસ મથક એ-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ શખ્સો એ કંપની અને બેંક સાથે કરેલ વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી એકબીજાને મદદગારી કરવાના મામલે ફરિયાદ નોંધી કાનૂની કાર્યવાહી કરી ગુનો નોધ્યો હતો. જેની તપાસ પોલસ ઇન્સ્પેક્ટર આર.આર.ત્રિવેદી ચલાવી રહ્યા છે.