ગરવીતાકાત,બનાસકાંઠા: ભાદરવા સુદ નોમ ના પાવન અવસર પર દર વર્ષે રામદેવ મંદિર ઉપર વાઘેલા બાબરસિંહ કમસિંહ દ્વારા ચડાવવામાં આવે છે ધજા.ગ્રામલોકો ની મોટી સંખ્યામાં રામદેવ ના દર્શન કરવા માટે આવે છે ત્યારે સમગ્ર ભક્તિમય માહોલ જોવા મળે છે અને જય બાબારી રામપીર ની જય ના નારા સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને ભાવ માં માનવ મહેરામણ ઉમટી પડે છે ત્યારે માનતા કરવા માટે દૂર દૂર થી લોકો રામદેવ ની પાળે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે ત્યારે આકોલી ભક્ત મંડળ દ્વારા સુંદર ભજન નું આયોજન કરવામાં આવે છે જોકે રણુજા માં પણ રામપીર ની આરતી થાળ બોલાય છે ત્યારે આકોલી દરબાર ગઢ રામદેવરા ની જય અજમલ લાલા ની મહા આરતી કરવામાં આવે છે અને ધજા ચડાવી સારું વર્ષ આવે ગામમાં રોગચાળો મટી જાય તેવી પ્રાર્થના કરે છે.

તસ્વીર અહેવાલ અરુણ વાઘેલા કાંકરેજ 

બીજા સાથે સમાચાર શેર કરો.