ગરવીતાકાત,કાંકરેજ: આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પૂર્વે ઈસ્લામ ધર્મના પયગંબર હજરત મહંમદ સાહેબના દોહિત્ર હઝરત ઈમામે સત્ય કાજે પોતાના સાથીદારો સાથે કરબલાના મેદાનમાં શહાદત વહોરી હતી તેની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી છે.ત્યારે કાંકરેજ તાલુકાના થરા શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ તાજીયાનું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું..

આજથી ૧૪૦૦ વર્ષ પૂર્વે સત્ય માટે કરબલાનામાં ઈસ્લામ ધર્મના પયગંબર હજરત મહંમદ સાહેબના દોહિત ઈમામ હુસૈને પોતાના ૭૨ સાથીઓ સાથે શહાદત વ્હોરી હતી. જેની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે તાજીયા પર્વની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ વિસ્તારોમાં તાજીયા સાથે ઝુલુસ ફેરવ્યા તાજીયાના ઝુલુસને લઈને કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે થરા પોલીસ તંત્ર પણ તાજીયા જુલુસ દરમિયાન સાથે રહી ફરજ અદા કરી હતી.

તસવીર અહેવાલ મોહંમદ ઉકાણી કાંકરેજ

Contribute Your Support by Sharing this News: