બનાસકાંઠા@ એક જ દિવસમા પોલીસે દારૂ ઢીંચી વાહન ચલાવતા ૭ નબીરાઓને ઝડપી લીધા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકા,બનાસકાંઠા(તારીખ:૦૫)

નશાયુક્ત હાલતમાં વાહન હંકારતા વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ

બનાસકાંઠા જિલ્લામાં નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં ગત રોજ એક જ દિવસમાં જિલ્લામાંથી સાત વાહન ચાલકોને દારૂ પીધેલી હાલતમાં વાહન હંકારતા ઝડપી લેવામાં આવ્યા હતા.

પાલનપુર, ડીસા, હડાદ, દાંતીવાડા સહિતના વિસ્તારોમાંથી ગતરોજ પોલીસે ચેકિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં વાહનો કરતા સાત વાહન ચાલકોને ઝડપી પાડ્યા હતા. જેમાં અલગ અલગ પોલીસ મથકોમાં પોલીસ ફરિયાદ નોધાવા પામી છે. જેમાં આગથળા પોલીસ મથક વિસ્તારમાં લાખણી તાલુકાના લાલપુર ગામેથી પોલીસે  અજમલજી ઠાકોર નામના ઈસમને દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા ઝડપી પાડ્યો હતો. જ્યારે કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામના પ્રવિણસિંહ વાઘેલાને તેમજ ડીસા શાસ્ત્રીનગરમાં રહેતા વિજયસિંહ જાદવને તથા ડીસા સ્પોર્ટસ ક્લબ રોડ પરથી પોસ્ટ અોફીસ પાસે રહેતા સુરેશભાઇ સોલંકી નામના શખ્સને તેમજ પાલનપુર બિહારી બાગ પાસેથી મોટી ભાખર ગામના અમરતજી ઠાકોરને તેમજ દાંતીવાડાની ભાખર સીમ કેનાલ રોડ પરથી ડીસાના કાંટ ગામના પ્રધાનજી ઠાકોર નામના ઈસમને અને હડાદના છોટા પીપોદરા બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે દાંતા તાલુકાના મોટા બામોદરા ગામના મુકેશભાઇ રાવળ નામના ઇસમને દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા ઝડપી પાડ્યો હતો. આમ બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સાત જગ્યાએથી પોલીસે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા સાત શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા દારૂ ઢીચી વાહન ચલાવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.