આગ વધુ ન પ્રસરે તેની તકેદારી રાખવા માટે વનવિભાગને જાણ કરાઈ

ગરવીતાકાત પાલનપુર: અંબાજીના જંગલમાં આગ લાગી હતી. લોકો ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યા હતા. વધુ આગ ન પ્રસરી તેની તકેદારી રાખવા માટે વનવિભાગને જાણ કરાઈ હતી. જ્યારે આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકો પ્રયાસ કર્યા હતા. લાંબી જહેમત બાદ આગ પર કાબૂ લેવામાં સફળતા મળી હતી.