ચાર માસ બાદ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે છબરડો બહાર આવ્યો 

ગરવીતાકાત,ધાનેરા: આજે અમે તમને એક એવી વિદ્યાર્થીની વાત કહેવા જઈ રહ્યા છીએ. જે ધોરણ ૧૦ માં નાપાસ હોવા છતાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરી રહી હતી. જો કે શિક્ષણ વિભાગનો છબરડો હોવા છતાં વિદ્યાર્થીઓને હાલમાં શાળામાંથી કાઢી મૂકવામાં આવી છે.

કન્યા કેળવણીનું સૂત્ર આપનારા  ગુજરાતમાં જ  આ સૂત્રના ધજીયા ઊડી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ વિભાગ કેટલું ખાડે ગયેલું છે તેની પ્રતીતિ કરાવતી ઘટના ગુજરાતનાં છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સામે આવી છે.ધોરણ દશમાં નાપાસ થયેલી વિદ્યાર્થીનીને પહેલા તો ધોરણ-૧૧ માં પ્રવેશ આપી દીધો અને બાદ ફી માફી માટે જ્યારે આ વિદ્યાર્થીનીઅે શિષ્યવૃત્તિ મેળવવા માટે ફોર્મ ભર્યું ત્યારે શાળાને ખબર પડી  કે આ વિધ્યાર્થિની દશમાં ધોરણમાં નાપાસ થયેલી છે.ત્યારે આ બાળકીને શાળામાથી કાઢી મૂકવામાં આવી અને આ સમગ્ર છબરડો ધાનેરાની સૌથી જૂની અને ગ્રાન્ટેડ ધ ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં સામે આવ્યો છે. પોતાના ઘરમાં બેસીને ઘરકામ કરી રહેલી આ બાળકીનું નામ છે પાયલ. પાયલને ભણવું છે પરંતુ શાળાના સંચાલકોએ નીકાળી દીધી છે. આ શાળામાં ગંભીર છબરડો સામે આવ્યો છે. શાળા દ્વારા જે બાળકીને કાઢી મૂકવામાં આવી છે તે બાળકી દશમાં ધોરણમાં નાપાસ થઈ હતી અને શાળાએ તેને અગિયારમાં ધોરણમાં પ્રવેશ આપી દીધો હતો. વિદ્યાર્થીની જ્યારથી સત્ર શરૂ થયું ત્યારરથી શાળાએ જઇ રહી છે શાળાનો યુનિફોર્મ પણ છે. ધોરણ ૧૧ ના પુસ્તકો પણ છે અને શાળા  જે હોમવર્ક આપવામાં આવ્યું છે તેમાં પણ કલાસ ટીચર દારા ગુડ લખીને સાઈન પણ કરેલ છે. જ્યારે વિદ્યાર્થીનીનું શિષ્યવૃતિ માટે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે શાળાને આ બાળકી દશમાં ધોરણમાં નાપાસ હોવાનું માલૂમ થયું. દશમાં ધોરણમાં નાપાસ થયા બાદ ચાર મહિના સુધી આ બાળકીએ શાળામાં અભ્યાસ કર્યો અને હવે તેને શાળામાથી કાઢી મૂકવામાં આવી છે.

શાળાના આચાર્ય શુ કહે છે: આ ગંભીર છબરડા અને શાળાના આચાર્યનો સંપર્ક કર્યો તો શાળાના આચાર્યએ કેમેરા સામે કઈ પણ કહેવાનો ઇનકાર કરીને આ સમગ્ર વાત પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. આચાર્યએ જણાવ્યુ કે શરત ચૂક એટલે કે ભુલ થી એડમિશન થઈ ગયું.

વિદ્યાર્થીની શુ કહે છે: આ સમગ્ર ઘટના જેના જોડે ઘટી છે એ પાયલે કેમેરાની સામે જણાવ્યુ હતું કે તે અભ્યાસ કરવા માંગે છે. પરંતુ શાળાએ તેને શાળામાથી કાઢી મૂકી હોવાના લીધે તે અભ્યાસ નથી કરી શકતી.

વિદ્યાર્થીનીના ભાઇ શુ કહે છે: આ ઘટનામાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. એક તો શાળાની બેદરકારીના લીધે ધોરણ દશમાં નાપાસ થયેલી વિદ્યાર્થીનીને અગિયારમાં ધોરણમાં પ્રવેશ આપીને મોટો છબરડો કર્યો છે. અને તેમ છતાં શાળાના સંચાલકોએ પાયલના પરિવારજનોને આ બાબતે કોઇની આગળ કોઈ ચર્ચા ન કરવાની ધમકી આપીને વાતને દબાવવાનો પ્રયાસ કર્યો છે. તેવો સ્વીકાર પાયલના ભાઈએ કર્યો છે.

આ મામલે ઉઠતા વેધક સવાલો ? 

  •  ધોરણ ૧૦ માં પાયલ નાપાસ હોવા છતાં કઈ રીતે મળી ગયું ધોરણ ૧૧ માં એડમિશન ?
  •  ચાર મહિના સુધી પાયલ ધોરણ ૧૧ માં અભ્યાસ કર્યો છતાં શાળાને ખ્યાલ ન આવ્યો ?
  •  શાળાઓ પાયલની ફી માફી પણ સરકારી નિયમો પ્રમાણે કરી દેવામાં આવી ?
  •  પાયલ થરાદના ડુવા ગામથી ધાનેરા અપડાઉન કરતી હતી તેના ખર્ચનું શુ?
  •  પાયલના સ્કૂલ ડ્રેસ અને પુસ્તકોનો જે ખર્ચ થયો એનું શું ??
  •  આ ગેરરીતી છે કે શરત ચૂક ?
  •  આ સમગ્ર મામલે શાળા સામે પગલાં લેવાશે કે પછી ઢાંક પિછોડો કરવામાં આવશે ?

તસ્વીર અહેવાલ પ્રકાશ ડાભી/જયંતિ મેતિયા બનાસકાંઠા 

બીજા સાથે સમાચાર શેર કરો.