બનાસકાંઠા ક્રાઈમ ડાયરી

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૪)

પાલનપુરમાં દારૂ પી ટ્રક હંકારતો વાહન ચાલક ઝડપાયો: પાલનપુરમાં દારૂ પીધેલી હાલતમાં બેફામ રીતે વાહનો ચલાવતા વાહન ચાલકો સામે પોલીસે લાલ કરી છે. જેમાં દારૂ પીધેલી હાલતમાં ટ્રક હંકારતા વાહન ચાલક ઝડપાઇ ગયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લાના છેડવા તાલુકાના સારલાગામના નાનગારામ ચૌધરીને પોલીસે દારૂ પીધેલી હાલતમાં ટ્રક ચલાવતા ઝડપીને તેની સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસાના ભોયણમા સોસાયટીમાંથી બાઇકની ચોરી: બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભોયણ ખાતે એક સોસાયટીમાંથી બાઇકની ચોરી થવા પામી છે. તેની વિગત છે કે ડીસા તાલુકાના ભોયણ ખાતે રહેતા બાબુભાઇ મકવાણાનું મોટર સાઇકલ તેમની ઘર આગળ પાર્ક કરેલ હતું તે કોઇ ચોર ઇસમે ચોરી કરી ભાગી જતાં આ બાબતે તેઓએ ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ ધરી છે. તે ઉપરાંત થરાદના વજેગઢ ગામેથી પણ ભુરાભાઇ પરમાર નામના ઈસમનું મોટર સાઈકલ ચોરાતા તેઓએ પણ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જુના ડીસામા તલવાર-ધારિયાથી માર મારતા ફરીયાદ: બનાસકાંઠા જિલ્લાના જુના ડીસા નવાપુરા ગામે રહેતા સાકરબાઇ રાવળ દ્વારા ડીસા રૂરલ પોલીસ મથકે બાબુભાઇ રાવળ, રસિકભાઈ રાવળ અને બાલુભાઇ રાવળ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે મહિલાને પિયરમા મુકવા મામલે થયેલી તકરારમા તલવાર અને ધારીયાથી ઇજાઓ કરી તેમજ ફેકચર કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાવના ટડાવમા ઉધાર આપવા મામલે માર મારતા ફરીયાદ: વાવ તાલુકાના ટડાવ ગામે રહેતા નારણભાઇ પટેલે તેમના ગામના અભાભાઇ રાજપૂત સામે ફરિયાદ નોધાવી છે કે આ ઇસમે નારણભાઇને કહેલ કે તુ ઉધારમા સામાન કેમ આપતો નથી તેમ કહી બોલાચાલી કરી ઝગડો કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ધરી છે.

ભેમાળ ક્વોરી પાસે ઈસમને માર મારતા ફરિયાદ: દાંતા તાલુકાના ભેમાળ ક્વોરી પાસે એક ઈસમને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં બાબુભાઇ નાઇએ તેમના ગામના બાબુભાઇ રાવળ, રાકેશભાઇ રાવળ, અલ્પેશભાઇ રાવળ, અંબાલાલ રાવળ સામે ફરીયાદ નોધાવી છે કે ઉપરોક્ત ઇસમોઅે બાબુભાઇ નાઇને કહેલ કે તું અમારા ટ્રેક્ટરના ડ્રાઇવરને કામ પર રહેવા દેતો નથી તેમ કહી લાકડીઓથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. જ્યારે સામે પક્ષે પણ રાકેશભાઇ રાવળે દાંતા પોલીસ મથકે બાબુભાઇ નાઇ, નવીનભાઇ નાઇ, જયેશભાઇ નાઇ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ડ્રાઇવરને કેમ લઇ ગયેલ છે તેમ કહી ગડદાપાટુનો તેમજ ધોકાથી માર મારેલ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કોતરવાડામાં છોકરાઓને કેમ હેરાન કરો છો કહી માર મારતા ફરીયાદ: દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રહેતા ખેંગારજી ઠાકોરે તેમના ગામના જયંતીજી ઠાકોર, પ્રહલાજી ઠાકોર, ભાવાજી ઠાકોર અને અનોપજી ઠાકોર સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે આ ઇસમોઅે કહેલ કે અમારા છોકરાઅોને કેમ હેરાન કરો છો તેમ કહી અપશબ્દો બોલી ગીનીબેન નામની મહિલાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.

અહેવાલ જયંતી મેતીય પાલનપુર 

ગમ્યું તો આગળ શેર કરો.