બનાસકાંઠા ક્રાઈમ ડાયરી

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૩૦)

દાંતા પાસેથી નશાયુક્ત હાલતમાં વાહન ચાલક ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના દાંતા – હડાદ રોડ પર પોલીસના ચેકિંગ દરમિયાન નશાયુક્ત હાલતમાં વાહન હંકારી જઇ રહેલા વાહન ચાલકને ઝડપી લેવાયો હતો. દાંતા તાલુકાના સોળસડા ગામના લાલાજી ઠાકોર નામના ઈસમને પોલીસે તેનું વાહન મોટર સાઇકલ દારૂ પીધેલી હાલતમાં હંકારતા ઝડપી લઇ તેની સામે દાંતા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂના ડીસામાં નજીવી બાબતે ગડદાપાટુનો માર માર્યો

બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ગામે નજીવી બાબતમાં ગડદાપાટુનો માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. જે બનાવની વિગત અેવી છે કે ડીસાના નવાપુરા ગામનો વિદ્યાર્થી વારીસખાન સમેજા હાઈસ્કૂલ આગળ ઉભો હતો તે વખતે જૂનાડીસા ગામનો આબિદખાન પઠાણ આવી ગાળો બોલવા લાગતા ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ડીસા પોલીસ મથકે નોંધાવા પામી છે.

ભાભરમાં અડચણરૂપ વાહનો પાર્ક કરનાર સામે કાર્યવાહી

ભાભરમાં અડચણરૂપ વાહનો પાર્ક કરનારા વાહનચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાભર તાલુકાના જાસનવાડા ગામના રસિકભાઇ ઠાકોરે પોતાની રિક્ષા રસ્તા પર અડચણરૂપ પાર્ક કરેલ હોય તેમની સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી. જયારે સુઇગામ તાલુકાના લીંબોણી ગામના શકુભા જાડેજા નામના ઈસમ સામે પણ તેની રિક્ષા અડચણરૂપ પાર્ક કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થરાદ કોર્ટ કેમ્પસની બહાર ઝઘડો થતાં ફરિયાદ

થરાદ ખાતે આવેલ કોર્ટમાં આવેલા કેટલાક લોકો વચ્ચે તકરાર થતાં આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ઉપરોકત બનાવની વિગત એવી છે કે થરાદ તાલુકાના ભાપડી ગામના રામાભાઇ પટેલ થરાદ કોર્ટ ખાતે પોતાની મુદ્દત માટે આવેલ હોય ત્યાંથી બહાર નીકળતી વખતે તેઓને તેમજ તેમની સાથેના લોકોને થરાદ તાલુકાના ભાચર ગામના મઘાભાઇ પટેલે કહેલ કે તમને કોણે સમાજના આગેવાનો બનાવેલ છે. તેમ કહી અપશબ્દો બોલી છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગમ્યું તો આગળ શેર કરો.