બનાસકાંઠા@બ્રેકીંગ: પાલનપુર તાલુકામાં તીડે મચાવ્યો હાહાકાર : બનાસડેરીમા પણ તીડનું આક્રમણ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૨૧)

તાલુકાના ગામડાઓમાં તીડ ઘૂસી આવતાં લોકોએ ઢોલ નગારા વગાડી ભગાડવાના પ્રયત્નો કર્યા 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તીડ ઘૂસી આવતાં ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકોમાં ભારે નુકસાન થવા પામેલ છે. જિલ્લાના સરહદી વાવ પંથકમાં ઘૂસી આવેલા તીડ હવે પાલનપુર તાલુકા તરફ ફંટાયા છે જેમાં છેલ્લા બે દિવસથી પાલનપુર તાલુકાના ગામડાઓમાં ખેતરોમાં ઘૂસી આવેલા તેણે ખેડૂતોને દોડાવ્યા હતા દરમિયાન આજે પાલનપુરની બનાસ ડેરીમાં પણ તીડ ઘૂસી આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં સરહદી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ઘૂસી આવેલા તીડ ખેતી પાકોને ભારે નુકસાન કર્યા બાદ હવે પાલનપુર તાલુકામાં ઘૂસાડો કર્યો છે. આ તીડ ખેતીના પાકોને ભારે નુકસાનકારક હોય ખેડૂતોને સરકાર સમક્ષ ઉપરોક્ત તીડનો નાશ કરવા માટે ભારે માંગ ઉઠવા પામી છે. જેમાં સરહદી વાવ પંથકમાં ખેડૂતોના પાકોને ભારે નુકસાન કર્યા બાદ છેલ્લા બે દિવસથી પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી આવેલા તેણે ભારે મુશ્કેલી સર્જી છે. પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ખેતી પાકોને નુકસાનકારક તીડ ઘૂસી આવતાં ખેડૂતોએ ઢોલ નગારા અને ઘરમાંથી વાસણો ખખડાવતા ખખડાવતા આ તેલને ભગાડવા માટેના પ્રયત્નો કર્યા હતા. દરમિયાન આ તીર્થ પાલનપુરની બનાસ ડેરીમાં પણ ઘૂસી આવતાં બનાસ ડેરીમાં અલગ જ નજારો જોવા મળ્યો હતો.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.