રીપોર્ટ,તસ્વીર - જયંતી મેતીયા
ગરવી તાકાત.બનાસકાંઠા
બળાત્કાર વિરોધી દિન પર જિલ્લામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું 
ગુજરાતમાં રોજ બરોજ  બળાત્કારની ઘટનાઓ નિર્મમ પણે વધી રહી છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન ૨૭૦૦ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે. ઓક્ટોબર મહિના દરમ્યાન પણ લગભગ રોજે રોજ બળાત્કારની ઘટનાઓ જોવા મળી છે. ગુજરાત બળાત્કારનું હબ બનવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ગતિશીલ ગુજરાતમાં  મહિલાઓ, બાળાઓ સુરક્ષિત નથી. બીજી બાજુ ગતિશીલ ગુજરાતની સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી ગુજરાતની જનતાને છેતરી રહી તેવું લાગી રહ્યું છે તેવું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત સરકાર સંવેદનહિન બની છે. તેવું આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રમેશ નભાણીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો – પાલનપુર: મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપ – કોંગ્રેસમાં ચીંતા 

ગુજરાતની ભાજપ સરકાર વોટની રાજનીતિ કરે છે. જ્યારે કોઈ લોકો કે પક્ષ ન્યાય માટે અવાજ ઉઠાવે છે તો તેમનો અવાજ દબાવવામાં આવે છે હવે અમે કરીશું કામની  અને ન્યાયની રાજનીતિ તેવું જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મેલાજી ઠાકોરે જણાવ્યું હતું. આમ, જ્યારે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે ત્યારે જિલ્લાની બેન બેટીઓને સક્ષમ બની પોતે પોતાની રક્ષા કરવા જાગૃતિ લાવવાનો અને અત્યાચારો અટકાવવા સંદર્ભમાં ભાજપ સરકારને જાગ્રત કરવા – ખબરદાર કરવા અને લોકોને સાવધાન કરવા આમ આદમી પાર્ટી, બનાસકાંઠા જિલ્લા એકમ નો પ્રોગ્રામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બેનર – પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.
બનાસકાંઠા જિલ્લામાં વિરોધ પ્રદર્શનનું  નેતૃત્વ  પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રમેશભાઈ નાભાણી અને જિલ્લા અધ્યક્ષ મેલાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું જેમાં વિરોધ પ્રદર્શનમાં પાલનપુર તાલુકા પ્રમુખ તથા જિલ્લા પદાધિકારીઓ, મહિલા પ્રમુખ વિગેરે તમામ કાર્યકર્તાઓ હાજર રહેલ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
Contribute Your Support by Sharing this News: