દિવસ દરમિયાન ઝરમર વરસાદ સાથે તાપમાન ઘટતા લોકોને ગરમીથી રાહત 

ગરવીતાકાત,પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નીર આવતા ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.

ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીરનું આગમન થતાં સમગ્ર જિલ્લાના લોકોએ નદીના નીરને વધાવ્યા હતા અને દિવસ દરમિયાન વાતાવરણમાં ઝરમર વરસાદને પગલે તાપમાનમાં પણ ઘટાડો થયો હતો જેથી લોકોએ ગરમીથી પણ રાહત અનુભવી હતી. બનાસ નદી બંને કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં પણ આનંદનું મોજુ ફરી વળ્યું છે.

બીજા સાથે સમાચાર શેર કરો.