બનાસ ડેરીના સાડા ચાર લાખ દૂધ ઉત્પાદકોને રાહત સમાચાર રૂપે આજે ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ દાણમાં બોરીદીઠ રૂપિયા ૧૦૦નો ઘટાડો કરવાની જાહેરાત કરતા પશુપાલકોમાં ખુશાલી વ્યાપી હતી. હવે પ્લાસ્ટિક બેગ રૂપિયા ૧૨૩૦ માં અને શણ બેગ રૂપિયા ૧૩૦૦ માં મળશે.

આ પણ વાંચો: ગુંજન સક્સેના વિવાદ: ગુંજન નહી પણ વિધા હતી પ્રથમ ઉડાન ભરવા વાળી મહીલા?

આજે વાવ તાલુકાના તીર્થગામ મુકામે વાવ તાલુકાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચેરમેનશ્રીએ પશુપાલકો માટે દાણના ભાવમાં તારીખ ૨૫ ઓગસ્ટથી ઘટાડો કરવાની જાહેરાત કરતા કોરોના મહામારીમાં પણ પશુપાલકોને રાહત સ્વરૂપે મહિને ૯ કરોડ રૂપિયાનો ફાયદો થશે.
આ પ્રસંગે તેમણે સમગ્ર જિલ્લાના ગામે ગામ વૃક્ષારોપણ અને જળ સંચયના કામ થકી વધુ વરસાદ આવે અને વરસાદી પાણીનો સંચય કરીને જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સ્થાનિક ડિરેક્ટરશ્રી ખેમજીભાઈ ચૌધરી, ઈ. મેનેજિંગ ડિરેક્ટરશ્રી કામરાજભાઈ ચૌધરી, અગ્રણીઓ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી ધનજીભાઈ ગોહિલ, શ્રી ઉમેદદાન ગઢવી, શ્રીનાગજીભાઈ પટેલ, શ્રી રામસેંગજી રાજપુત, શ્રી રણજીતસિંહ ચૌહાણ, શ્રી રૂપસિંહભાઈ પટેલ, શ્રી રૂપસિંહભાઇ ચૌધરી સહિત સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Contribute Your Support by Sharing this News: