ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭)

બનાસકાંઠાનાં દિયોદરનાં ફોરણા સિમમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ખાનગી બાતમીનાં આધારે દારૂથી ભરેલી બે સ્વિફ્ટ ગાડી મુકીને બુટલેગરો ફરાર થયા છે. દિયોદર પોલીસે દારૂનો જથ્થો ઝડપીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ બંન્ને કાર નંબર પ્લેટ વગરની હતી. આ મામલે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાનાં દિયોદર ગામનાં ફોરણા સિમમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ખાનગી બાતમીને આધારે દિયોદર પોલીસે વોચ ગોઠવીને આ બંન્ને કારને ઝડપી પાડી છે. પરંતુ આ કારનાં બંન્ને ચાલકો ગાડી મુકીને ફરાર થઇ ગયા છે. આ બંન્ને ચાલકોને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

બંન્ને કારમાં ખચોખચ દારૂ ભરાયેલો હતો. આ બંન્ને કાર પર કોઇ જ નંબર પ્લેટ લગાવવામાં આવી ન હતી. આ બધો દારૂ એક જ કારમાં હતો, આ સાથે અન્ય કારમાં પણ આશરે આટલો જ જથ્થો હતો. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા મોરબીનાં નવલખી રોડ ઉપરથી પસાર થતી કારમાંથી 55 બોટલ દારૂ મળી આવતા પોલીસે કાર અને દારૂ સહીત કુલ 1.78 લાખના મુદામલા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. શહેરનાં નવલખી ફાટક પાસેથી પસાર થઈ રહેલી ઓલ્ટો કારને રોકીને એલસીબીની ટીમ દ્વારા કારની તલાસી લેવામાં આવતા કુલ 55 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી 28600 કિંમતનો દારૂ તેમજ કાર નંબર જીજે 6 બીકે 1725 જેની કિંમત રૂપિયા 1.50 લાખ એમ કુલ મળીને પોલીસે 1.78 લાખનો મુદામાલ કબજે કરેલ છે. આરોપી રફીક ઓસમાણભાઇ બાંભણીયા (ઉ 41) રહે, વાવડી રોડ વાળાની પુછપરછ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: