ગરવીતાકાત,અરવલ્લી: મોડાસા તાલુકાના બામણવાડ ગામે ૧૬ મેં ના રોજ અનુ.જાતિ યુવક ચિરાગ ડાહ્યાભાઈ પરમારનો વરઘોડો ગામમાં વાજતે-ગાજતે નીકળ્યો હતો આ વાત ગામના કેટલાક અસામાજિક તત્વોને હજમ ન થતા તેની અંગત અદાવત રાખી આર્મી માં ફરજ બજાવતા ૩ જવાનોએ અન્ય શખ્શો સાથે વરરાજાના પિતરાઈ ભાઈ રાકેશ વિનોદભાઈ પરમારને ફોન કરી ગામના તળાવ નજીક બોલાવી ગડદાપાટુ અને લાકડી વડે હુમલો કરતા યુવક જીવ બચાવી ઘરે દોડી આવતા પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી આ ઘટના પછી રાકેશ વિનોદભાઈ પરમાર નામનો યુવક સતત માનસિક તણાવમાં રહેતો હતો અને હતાશામાં ગરકાવ થઈ જતા મોટે ભાગે ઘરમાં જ પુરાઈ રહેતો હોવાથી યુવકે માનસિક ત્રાસને લઇને આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ માટે મોડાસા સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા તાલુકાના બામણવાડ ગામે રહેતા અનુસૂચિત જાતિ સમાજના યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, મૃતક યુવાન છેલ્લા કેટલાય સમયથી માનસિક રીતે હતાશ હતો, અને તેને કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે, મૃતક યુવક પર વરઘોડો કાઢવાને લઇને ગામના જ કેટલાક યુવકો દ્વારા બે મહિના પહેલા હુમલો કરાયો હતો, જેને લઇને મૃતક માનસિક રીતે ત્રસ્ત હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. એટલું જ નહીં ગામના કેટલાક લોકો મૃતક યુવાનને ધાક-ધમકીઓ પણ આપતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, મોડાસા તાલુકાના બામણવાડ ગામે ૧૬ મેં ના રોજ અનુ.જાતિ યુવક ચિરાગ ડાહ્યાભાઈ પરમારનો વરઘોડો ગામમાં વાજતે-ગાજતે નીકળ્યો હતો આ વાત ગામના કેટલાક અસામાજિક તત્વોને હજમ ન થતા તેની અંગત અદાવત રાખી કેટલાક શખ્શોએ વરરાજાના પિતરાઈ ભાઈ રાકેશ વિનોદભાઈ પરમાર પર લાકડી વડે હુમલો કર્યો હતો. યુવક જીવ બચાવી ઘરે દોડી આવતા પરિવારજનોએ સારવાર અર્થે દવાખાને ખસેડી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે-તે સમયે ૬ વ્યક્તિઓના નામ જોગ સહિત પંદર લોકોના ટોળા વિરૂદ્ધ એટ્રોસ્ટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે યુવકે જીવન ટૂંકાવતા મામલો વધુ બિચક્યો છે, અને યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી
Contribute Your Support by Sharing this News: