ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના બાયડ ખાતે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ 2019 અંતર્ગત વિસ્તારક કાર્યશાળાના છેલ્લા દિવસે અરવલ્લી જિલ્લાના બાયડ શહેર, ગ્રામ્ય અને માલપુર નો વિસ્તારકો નો અભ્યાસ વર્ગ બાયડ ખાતે યોજાઈ ગયો, આ અભ્યાસ વર્ગમાં પ્રદેશ મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામીએ ખુબ જ છણાવટ પૂર્વક વિસ્તારકો ની ભૂમિકા સમજાવી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણવીર સિંહ ડાભી, ઉત્તર ઝોન ઇન્ચાર્જ વિસ્તારક યોજના નરેન્દ્ર પટેલ,  મહામંત્રી શામળભાઈ પટેલે માર્ગદર્શન કર્યું.

 જિલ્લા સંગઠન પર્વ ઇન્ચાર્જ ભૂપતસિંહ માજી પી.સી બરંડા ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પટેલ.ભીખીબેન એસ.એમ.ખાંટ સહિતના પદાધિકારીઓ વિસ્તારકો પણ હાજર રહ્યા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.