કડીના લુહારકુઈ ચોકમાં બહુચર માતાજીની માંડવીના સાદગીપૂર્ણ રિતે વળામણાં

શેર કરવા અહીં ક્લિક કરો.
સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આપણા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ત્યોહારમાં અમુક છૂટ છાટ આપવામાં આવી હતી. ત્યારે નવરાત્રિ મહોત્સવ સમગ્ર ગુજરાત ના લોકો નવરાત્રી મહોત્સવની રાહ જોઈને બેઠા હોય છે. અને ખૈલ્યાઓ દરવર્ષે મનમૂકી ને ગરબાની રમજઝટ ખેલી રહ્યા હતા. ત્યારે આ વર્ષે કોરોના મહામારી ખૈલ્યાઓમાં નિરાશતા જોવા મળતી હતી. ત્યારે કડીમાં આવેલ લુહારકુઈ ચોકમાં નવરાત્રીના પાવન મહોત્સવમાં વર્ષોથી ચાલતી પરંપરાગત માં બહુચર માતાજીની માંડવીની સ્થાપનાં કરાઈ હતી. સરકારશ્રીના નિયમોનું  પાલન જોવા મળતું હતું. અને આયોજક મિત્રો અને આસપાસ રહેતા લોકોએ માતાજીના નવ નોરતામાં માં બહુચર ની સેવા પુજા અને આરતી કરી માતાજીને  પ્રાર્થના કરી હે ભગવાન અમારા દેશ પર આવી પડેલી આ કોરોના મહામારીને જલદી થી દુર થાય તેવી સર્વે ભાવિ ભકતો એ માતાજી ને પ્રાર્થના કરી હતી.
જ્યારે નવરાત્રિના નવ નોરતા પૂર્ણ તથા દશામાં દિવસે દશેરાની રાત્રિ સમયે માતાજીના વળાંમણા કરાયા હતા. જેમાં ભક્તોએ માતાજીના  દર્શનનો લાભ લીધો હતો.માતાજીની માંડવી લુહારકુઈ ચોકમાંથી નીકળી વિશ્વ હિન્દુ પરિષદ- તીનબતી- અંબાજી માતાનું મંદિર – શિપાળ- પડાપોળ-તબોળીવાસ- રમતી ચોક- નવાપુરા વગેરે જગ્યાએથી નિકળી હતી. અને આ વર્ષે માતાજીને સાદગીપૂર્ણ વળાંમણાં કરવામાં આવ્યા હતા. છેલ્લે બ્રાહ્મણીની  વાડીમાં  માતાજીની માંડવીની વિદાય કરવામાં આવી હતી. લુહારકુઈ નવરાત્રી મંડળના આયોજક મિત્રો દ્વારા તમામ ભક્તોને નવ દિવસ સહકાર આપવામાં માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.