બાબરી મસ્જિદ વિધ્વંસના મામલે યુપીના પૂર્વ CM અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ કોર્ટ સમક્ષ થયા હાજર થયા હતા. લખનઉંની વિશેષ કોર્ટ સમક્ષ થયા હાજર થયા બાદ તેમને 2 લાખના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા હતા.

  • ઘટનાસ્થળે હાજર ન હોવાથી કલમ 149 નથી લગાવાઇ
  • 49 આરોપીઓ માંથી 16ને મોતની સજા
  • 49 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

કોર્ટે શું કરી કાર્યવાહી
પૂર્વ CM કલ્યાણ સિંહ સામે આરોપો નક્કી કરવામાં આવ્યા છે. લખનઉં કોર્ટે અનેક કલમો હેઠળ આરોપ નક્કી કર્યા છે. જેમાં ષડયંત્ર, 2 સમુદાયોમાં વિખવાદ ફેલાવવા સહીતના આરોપો સામેલ છે. બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ઘટનાસ્થળે હાજર ન હોવાથી કલમ 149 નથી લગાવાઇ.

22 સપ્ટેમ્બરના રોજ બાબરી ધ્વંસ મામલે સ્પેશ્યલ CBI કોર્ટે કર્યો હતો આદેશ

22 સપ્ટેમ્બરના રોજ બાબરી ધ્વંસ મામલે સ્પેશ્યલ CBI કોર્ટે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલઅને યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહને સમન્સ પાઠવીને 27મીએ હાજર થવાનો આદેશ કર્યો હતો.

કલ્યાણ સિંહ હવે કોઈ સંવૈધાનિક પદ પર નથી
સ્પેશ્યલ જજ સુરેન્દ્ર કુમાર યાદવે આદેશ જાહેર કર્યો હતો કે, 9 સપ્ટમ્બરે CBI ની સ્પેશ્યલ કોર્ટ સામે કલ્યાણ સિંહે હાજર થવાનું હતુ અને ઉલ્લેખ કર્યો હતો કે કલ્યાણ સિંહ હવે કોઈ સંવૈધાનિક પદ પર નથી. એટલે તેમને આરોપી તરીકે સમન્સ પાઠવી શકાય. આ વિશે તેમના વિરૂધ્ધ એફઆઈઆર તો દાખલ કરવામાં આવી હતી પરંતુ તે રાજ્યપાલ હતા જેથી તેમના પર આરોપ લગાવી શકાયો નહતો.

2 લાખના બોન્ડ ઉપર જામીન મળ્યા
CBI એ જ્યારે કલ્યાણસિંહને હાજર કરવાની માંગણી કરી હતી ત્યારે અદાલતે આ અંગે પુરાવા અને ચાર્જશીટ માંગી હતી. પરંતુ 11 સપ્ટેમ્બરે પણ CBI પુરાવા દાખલ નહોતી કરી શકી આખરે CBI એ કોર્ટ સામે પુરાવા જમા કરાવીને કલ્યાણસિંહને હાજર કરવામની માંગણી કરી હતી જેને પરિણામે આજે કલ્યાણ સિંહ કોર્ટમાં હાજર થયા હતા અને તેમને 2 લાખના બોન્ડ ઉપર જામીન મળ્યા હતા.

શું છે બાબરી મસ્જિદ વિધ્વંસ

1992માં 6, ડિસેમ્બરે શિવસૈનિકો, વીએચપી અને ભાજપના કારસેવકો દ્વારા વિવાદિત બાબરી મસ્જિદને તોડી પાડી હતી. જેને કારણે દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યાં, જેમાં 2000થી વધુ લોકોના મોત થયા હતા.

IPC 120 B હેઠળ કાવતરું રચવાનો આરોપ
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે અડવાણી,મુરલી મનોહર જોશી, ઉમા ભારતી પણ આરોપી છે. SCએ 2017માં કેસ દાખલ કરવાનો આપ્યો હતો. સુપ્રીમે CBIની અરજી પર તપાસના આદેશ આપ્યા હતા. 30 મે 2017માં આ મામલે સ્પેશ્યલ CBI કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, વિષ્ણુ હરિ ડાલમિયા ઉપર IPC 120 B હેઠળ કાવતરું રચવાનો આરોપ નક્કી કર્યો હતો. આ બાદ આ મામલે સુનાવણી શરૂ થઈ હતી. રાજ્યપાલ હોવાને કારણે કલ્યાણ સિંહ ઉપર આરોપ કરી શકાયા ન હતા.

49 આરોપીઓ માંથી 16ને મોતની સજા
CBI એ આ મામલે કુલ 49 આરોપીઓ સામે ચાર્ઝશીટ રજૂ કરી છે જેમાં 16 આરોપીઓને મોતની સજા મળી ચુકી છે હવે બાકી બચેલા 32 આરોપીઓ વિરૂધ્ધ રોજ સુનાવણી કરીને સજા સંભળાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 336થી વધુ સાક્ષીની જુબાની લેવાઈ ચુકી છે.

49 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
19 એપ્રીલ 2017ના સુપ્રીમે આદેશ કર્યો હતો કે આ મામલાની સુનાવણી 2 વર્ષમાં પૂરી કરવામાં આવે. જો કે હાલમાં સુપ્રીમે આ અવધી 9 માસ માટે વધારી દીધી છે. 6 ડિસેમ્બર 1992ના બાબરી મસ્જિદ ધ્વંસ મામલે 49 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

શું છે બાબરીની તવારીખ

1984
એક હિન્દી જૂથે રામ મંદિર બનાવવા માટે કમિટીનું ગઠન કર્યું. તે સમયે અડવાણીના નેતૃત્વમાં મંદિર આંદોલને પણ વેગ પકડ્યો.

1986
હરિશંકર દુબે નામના શખ્સની અરજી પર ડિસ્ટ્રિક્ટ કોર્ટે મસ્જિદના દરવાજા ખોલવાના આદેશ આપ્યા તથા હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપી. મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો. દરમિયાનમાં બાબરી મસ્જિદ એક્શન કમિટી બની.

1989
વિશ્વ હિન્દુ પરિષદે (વિહિપ) બાબરી મસ્જિદની પાસેની જમીન પર રામ મંદિર બનાવવા માટે ખાતમૂહુર્ત કર્યું. વિહિપના પૂર્વ અધ્યક્ષ જસ્ટિસ દેવકી નંદન અગ્રવાલે પિટિશન દાખલ કરીને પૂછ્યું, મસ્જિદને અન્યત્ર ખસેડી શકાય? ફિરોઝાબાદ કોર્ટમાં પેન્ડિંગ ચાર કેસને હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા.
14 ઓગસ્ટ, 1989 : અલાહાબાદ હાઈકોર્ટે વિવાદાસ્પદ માળખાની યથાવત સ્થિતિ રાખવાનો આદેશ આપ્યો.

1990
વિહિપ (વિશ્વ હિન્દુ પરિષદ)ના કેટલાક કાર્યકરોએ મસ્જિદના કેટલાક ભાગને નુકસાન પહોંચાડ્યું. તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખરે પરસ્પર વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો, જે નિષ્ફળ રહ્યો.
સપ્ટેમ્બર,અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના હેતુ સાથે અડવાણીએ દેશભરની રથયાત્રા શરૂ કરી. સોમનાથથી તેનો પ્રારંભ કરાયો.
નવેમ્બર, અડવાણીના રથને બિહારના સમસ્તીપુરમાં અટકાવી દેવાયો.

2003
ASIએ જણાવ્યું કે મંદિરની નીચે હિન્દુ મંદિર હોવાના અવશેષ મળ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં કોર્ટે સાત હિન્દુ નેતાઓ પર કેસ ચલાવવાનો આદેશ આપ્યો. એ સમયે અડવાણી નાયબ વડાપ્રધાન હતા, એટલે એમની ઉપર કોઈ આરોપ ન લાગ્યો.

2009
લિબ્રાહન કમિશનના રિપોર્ટમાં ભાજપના નેતાઓ પર આરોપ . જૂન 2009 : લિબ્રાહન પંચે તેનો રિપોર્ટ આપ્યો. જેમાં વિવાદાસ્પદ ઈમારતને તોડવા માટે ભાજપના નેતાઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા. આ રિપોર્ટ અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો.

2010
અલાહાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. જેમાં વિવાદાસ્પદ સ્થળના ત્રણ ભાગ કરવાનું કહ્યું. એક-તૃત્તિયાંશ ભાગ રામલલા વિરાજમાન (હિન્દુ મહાસભા), એક-તૃત્તિયાંશ ભાગ નિર્મોહી અખાડાને આપવાનો આદેશ કર્યો. ડિસેમ્બર મહિનામાં હિન્દુ મહાસભા તથા વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા.

2011
મે 2011ના સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો તથા યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો.

2015
વિહિપે મંદિર આંદોલન માટે સમગ્ર દેશમાંથી પથ્થર એકઠા કરવાની વાત કરી. ડિસેમ્બર મહિનામાં બે ટ્રક ભરીને પથ્થર અયોધ્યા પહોંચ્યા. મહંત નૃત્ય ગોપાલ દાસે દાવો કર્યો હતો કે, મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લીલીઝંડી દેખાડી દીધી છે.

2017
માર્ચ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલે અડવાણી સહિત અન્ય નેતાઓના નામ હટાવવા ન જોઈએ.

2018

  • 8 ફેબ્રુઆરી,સુપ્રીમ કોર્ટ દ્વારા નાગિરક અપીલોની સુનાવણી હાથ ધરવામાં આવી.
  • 14 માર્ચ, સુપ્રીમે સ્વામી સહિતની વચગાળાની અરજીઓને ફગાવી દીધી, જેમાં તેમને એક પક્ષ તરીકે હસ્તક્ષેપ કરવા દેવાની માગ કરાઈ હતી.
  • 6 એપ્રિલ, રાજીવ ધવને સુપ્રીમમાં અરજી કરી કે 1994માં કોર્ટ દ્વારા જે નીરિક્ષણ જાહેર કરાયા હતા તેને ફરીથી સમીક્ષા માટે મોટી બેન્ચને સોંપવામાં આવી.
  • 6 જુલાઈ, ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમને જણાવ્યું કે, કેટલાક મુસ્લિમ જૂથ 1994ના ચૂકાદાની ફરીથી સમીક્ષા કરવાનું જણાવીને ચૂકાદાને પાછો ઠેલવા માગી રહ્યા છે.
  • 20 જુલાઈ, સુપ્રીમે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો.
  • 19 જુલાઈ, સિનીયર વકીલ કપિલ સિબ્બલે ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ તરફથી હાજર થતાં સુપ્રીમને આ કેસની સુનાવણી જુલાઈ 2019 બાદ કરવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે, તેનાથી દેશનું ભવિષ્ય નક્કી થવાનું છે. તેની ગંભીર અસરો થવાની છે. આથી ભારતની રાજકીય સ્થિતિને જોતાં કેસની સુનાવણી જુલાઈ, 2019 બાદ હાથ ધરવી જોઈએ.
  • 27 જુલાઈ, સુપ્રીમે આ કેસને બંધારણીય બેન્ચને સોંપવાનો ઈનકાર કર્યો અને સુનાવણી માટે ત્રણ ન્યાયાધિશની બેન્ચ બનાવી.