ગરવીતાકાત,પાટણ: મહિલા ઓ ને રોજગારી મળી રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહયા છે,ત્યારે સરસ્વતી તાલુકા મા જે મંડળો સારી રીતે ચાલી રહયા છે,તેમને સ્વરોજગાર માટે પોતાના ગૃપમા સરકાર દ્વારા લોન આપવામાં આવે છે,આ લોન માથી વિવિધ પ્રકારની આઈટમો બનાવીને વેચીને પોતાના પરીવાર નું ગુજરાન ચલાવે છે, ત્યારે સરસ્વતી તાલુકા મા સખીમંડળની મિટીંગનુ આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું, આ મીટીંગ મા જેના માટે મંડળો બનાવ્યા છે,તેવી બી, પી,એલ લાભાર્થી બહેનો સરકાર દ્વારા લાભ આપવા મા આવે છે, પરતું  આજે  આ મિંટીગમા  આ બહેનોને બેસવાની કે મિટીંગ માં  ભાગ લેવાની કોઈ પણ અધિકાર એ ખબરના લીધી ન હતી, આજે સરસ્વતી તાલુકા સખી મંડળની ગરીબ મહિલાઓ   ભાગ લેવા માટે ચાલુ વરસાદ મા ઘરેથી નીકળી સરસ્વતી તાલુકા મા આવી હતી, પરંતું કોઈ અધિકાર એ  આ મહિલા ઓ ને પુછયુ પણ નહી, કે તમે કયાંથી આવોશો,તમારો પ્રશ્ન શું  છે, અમુક વિસ્તારોમાં માથી આવતી બહેનોના મંડળો બેંકો દ્વારા બંધ થયા છે, તેમજ એન,પી,એ કરી દીધા છે, આવી મહિલા ઓ ના ખાતા ચાલુ કરવવા કોઈ તંત્રના કમૅચારી આગળ આવતા નથી, તેમજ તેની તપાસ પણ કરતા નથી,સરસ્વતી તાલુકા યોજાયેલી મિટીંગમાં માત્ર કાગળ ઉપર યોજનાઓ બતાવી રહી હોવાનો લોકો જણાવી રહયા છે,સરકાર દ્રારા જો સાચા અથૅમાં મહિલાઓ ને યોજનાઓ આપવી હોયતો આવી બી, પણ,એલ, મહિલાઓને આમતેમ ફેરવીને પરેશાન કરાય નહી,ગરીબો માટે બનાવેલી યોજનાઓ જો ગરીબો ને ના મળેતો,તે આપવાની જવાબદારી સરકારની છે, જો સરકાર આ મળતી યોજનાઓ ને તપાસ હાથ ધરે તો મહિલા ઓ ને ન્યાય અને લાભ મળે તેવી આશા હાલની મહિલા ઓ રાખી રહી છે,