સૌ-વિકીપીડીયા

ગરવી તાકાત

રાષ્ટ્રીય રમત દિવસ 2020 ને ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મેજર ધ્યાનચંદનો જન્મ રાજપૂત પરિવારમાં 29 ઓગસ્ટ 1905 માં અલ્હાબાદમાં થયો હતો.  હોકીના જાદુગર તરીકે જાણીતા દિગ્ગજ ભારતીય હોકીમેન મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિના હસ્તકે આ દિવસે રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન અને દ્રોણાચાર્ય એવોર્ડ જેવા સન્માન આપવામાં આવે છે. રમતગમતની આજીવન સિદ્ધિ માટેનો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ છે, આ એવોર્ડ 2002 થી એન્યુઅલ સ્પોર્ટ્સ પર્સનને એવોર્ડ આપવાનુ ચાલુ કરવામાં આવ્યુ હતુ. તેમના માનમાં જ 2002 માં નેશનલ સ્ટેડિયમ, દિલ્હીનું નામ ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – સંન્યાસ લીધાના થોડા જ સમયમાં જ ધોનીને મળી ઈગ્લેન્ડના હન્ડ્રેડ લીગ વતી રમવાની મોટી ઓફર!

આ દિવસે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ ભારતીય રમતવીરોના એવોર્ડ અર્પણ કરે છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે, ભારતના રાષ્ટ્રપતિએ અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન અને દ્રોણાચાર્ય એવોર્ડ જેવા એવોર્ડ એનાયત કરે છે. આ એવોર્ડ એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે વર્ષ દરમિયાન સારું પ્રદર્શન કર્યુ હોય.ધ્યાનચંદ એવોર્ડ એ ભારતની રમતગમતની આજીવન સિદ્ધિનો સર્વોચ્ચ એવોર્ડ છે. એવોર્ડ તે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ વ્યક્તિઓને આપવામાં આવે છે. કર્નલ ધ્યાનચંદે તેમના હોકીની રમત દરમ્યાન યોગદાન આપ્યું નથી, પણ નિવૃત્તિ લીધા પછી રમતના વિકાસ માટે પણ પ્રયત્નશીલ રહ્યા હતા.

ધ્યાનચંદને લગતું એક રસપ્રદ ઘટના એ છે કે હોલેન્ડની મેચ જ્યારે મેચ ચાલી રહી હતી ત્યારે તેમની હોકીમાં ચુંબક હોવાનુ કોઈને શક થતા તેમની હોકીસ્ટીક તોડી નાખી તપાસ કરવામાં આવી હતી.

કર્નલ ધ્યાનચંદે હોકીના ક્ષેત્રમાં 1928, 1932 અને 1936 વર્ષમાં ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા. મેજર ધ્યાનચંદને શાનદાર સ્ટીક વર્ક અને બોલ કંટ્રોલને કારણે હોકીનો ‘જાદુગર’ પણ કહેવાતો. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1948 માં રમી હતી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 400 થી વધુ ગોલ કર્યા હતા. ભારત સરકારે 1956 માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી ધ્યાનચંદને સન્માનિત કર્યા. આથી તેનો જન્મદિવસ એટલે કે 29 ઓગસ્ટને ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Contribute Your Support by Sharing this News: