હાલમાં જ્યારે કોરોના વાયરસનો સંકટે ભારત પર યથાવત છે. ત્યારે ભારત સરકાર દ્વારા લોકડાઉન બાદ હવે અનલોક-૧ ની જાહેરાત કરાઇ છે અને અનલોક-૧ માં અમુક છૂટછાટ સાથે વેપાર ધંધા ખોલવાની પરવાનગી અપાઇ છે અને સરકાર દ્વારા અમુક ગાઇડ લાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે.
ત્યારે ગાઇડ લાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું ફરજિયાત જેવી વસ્તુઓનું ચોક્કસ પણે પાલન કરવાનું રહેશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી પંથકમાં લોકો માસ્ક વગર ફરતા હતા અને સરકારની ગાઇડ લાઇન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા.
ત્યારે અંબાજી પોલીસ દ્વારા સરકારની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને જે લોકો માસ્ક વગર ફરતા હતા તેમને રોકી અને ૨૦૦ રૂપિયાની પાવતી આપી અને દંડ વસૂલાયો છે અને કુલ બે દિવસમાં ૫૦ કરતા ઉપરાંત માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસુલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Contribute Your Support by Sharing this News: