ગુજરાત / અમદાવાદ પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટીયા અને CIDના વડા તરીકે સંજય શ્રીવાસ્તવ ની વરની

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,અમદાવાદ(તારીખ:૨૫)

અમદાવાદ પૂર્વ કમિશનર એ કે સિંઘ દિલ્હી ડેપ્યુટેશન પર જતાં આશિષ ભાટીયાને ઈન્ચાર્જ કમિશનર બનાવ્યા હતા. ત્યારબાદ આજે સત્તાવાર રીતે આશિષ ભાટીયાને કમિશનર બનાવાયા છે. આ ઉપરાંત આશિષ ભાટીયા અમદાવાદના કમિશનર બનતાં CIDના વડાંની પોસ્ટ ખાલી પડી હતી જ્યાં સંજય શ્રીવાસ્તવની સતાવાર નિમણૂક કરાઈ છે.

શાંત-મક્કમ સ્વભાવ ધરાવે છે આશિષ ભાટિયા: શાંત-મક્કમ સ્વભાવના આશિષ ભાટિયા અમદાવાદ શહેરના માહોલથી બરોબર વાકેફ છે. આ ઉપરાંત તેઓ ક્રાઇમ જગત પર મજબૂત પક્કડ ધરાવે છે. અમદાવાદ શહેર ડીસીપી અને ક્રાઇમના જોઇન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ બધીય લાયકાતોને જોતાં આશિષ ભાટિયા શહેર પોલીસ કમિશ્નર તરીકે નિયુક્તિ કરાઈ છે.

નોંધનીય છે કે,આ સાથે સંજય શ્રીવાસ્તવને રેલવેના એડિશન DGP તરીકેનો વધારોનો ચાર્જ અપાયો છે. આ સાથે આર્મ્ડ પોલીસ યુનિટના એડિશન DGP તરીકે પિયુષ પટેલની વરણી કરાઈ છે.

ગમ્યું તો આગળ શેર કરો.