કોરોના વોરીયર 6 લાખ આશા વર્કરો હડતાલ પર, ગામડાઓથી લઈ શહેરોમાં ઘરે-ઘરે પહોંચી પરીવારના એક એક સદસ્યોની સ્વાસ્થ લક્ષી જાણકારી ને એકત્રીત કરતી હોય છે.

કોરોનાકાળમાં જ્યારે બધુ જ ઠપ હતુ ત્યારે સમાજના ગુમનામ યોધ્ધાઓમાંના એક આશા વર્કર ગલી-ગલીઓમાં ફરી કોરોનાથી સંક્રમીત લોકોની માહીતી એકઠી કરી રહી હતી.ASHA- એક્રેડીએટ સોશીયલ હેલ્ત વર્કર મતલબ આશા.આ  આશા વર્કરો 7 ઓગસ્ટ થી લઈ 8 ઓગસ્ટ સુધી હડતાળ પર છે.

આપણા દેશમાંથી પોલીયોને હાંકી કાઢવા માટે આશા વર્કરોના કામનો મોટો ફાળો રહ્યો હતો,મહીલાઓની પ્રસુતી વખતે પણ આશા વર્કરની મદદથી બાળક અને મહીલાઓના મ્રૃત્યુદરને અટકાવી શકાયુ છુ.

 આશા વર્કોરની માંગ છે કે, અમે આખો દિવસ કામ કરીએ છીયે તો પણ પગાર ઓછો મળે છે. અને એ પણ સમયસર મળતો નથી, તેમની માંગ છે કે અમારુ ન્યુનત્તમ વેતન પણ નક્કી કરવામાં આવે જેથી દુર દુર સુુધી પહોંચી અમારી સેવા આપી શકીયે. તથા તેમને સુરક્ષા,વિમા અને જોખીમ ભત્થુ પણ આપવામાં આવે.

આ અંગે કોંગ્રેસે સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યુ કે, સરકાર પહેલાથી અમુક મુદ્દાઓને લઈ મૌન તો હતી જ પરંતુ હવે કદાચ અંધ અને બહેરી પણ થઈ ગઈ છે.

Contribute Your Support by Sharing this News: