પાટણ નજીક કૂતરાને બચાવવા જતાં કાર નર્મદા કેનાલમાં ખાબકી

ગમ્યું તો આગળ શેર કરો.

ઊંઝા હાઇવે પર કુડેર ગામ નજીક અમદાવાદના ડૉક્ટર ગાડી લઇ પસાર થઇ રહ્યા હતા સુજલાભ શુભલાભ કેનાલ પાસે જ કૂતરું વચ્ચે ઉતરતા તેનો જીવ બચાવવા જતા ડોક્ટર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી કેનાલની રેલીગ પરથી સીધી કેનાલમાં ખાબકી હતી પરંતુ પાણી વધુ ન હોઈ ગાડી માંથી બહાર નીકળી ઉપર આવી જતા તેમનો સદનસીબે બચાવ થવા પામ્યો હતો.

અમદાવાદ બોપલ ખાતે રહેતા ડૉ હર્ષિલ પટેલ શુક્રવારે સવારે અમદાવાદથી પાટણ ખાતે આવેલ શક્તિ હોસ્પિટલમાં વિઝીટ માટે ય્ૈં ૦૧ ઇસ્ ૧૬૭૭ નંબરની ટોયટા ગાડી લઇ આવતા હતા ત્યારે પાટણ -ઊંઝા હાઇવે પાર સવારે સાડા સાત વાગ્યા આસપાસ કુડેર ગામ નજીક આવેલ સુજલાભ – શુભલાભ કેનાલ પાસે અચાનક કૂતરું હાઇવે પર વચ્ચે દોડતા ડૉક્ટર કૂતરાને બચાવવા માટે સ્ટયરીંગ થોડું વાળતા ગાડીમાં સ્પીડમાં હોઈ કેનાલની રેલીંગને અથડાઈ નીચે કેનાલમાં ખાબકી હતી. ડૉક્ટર ગાડીમાંથી બહાર નીકળી કેનાલની બહાર આવી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.કોઈ દુર્ઘટના ન બની હોઈ ડોક્ટરે પોલીસ કેસ કરવાનું ટાળ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

કુડેર ગામ નજીક હાઇવે વચ્ચેથી પસાર થી આ કેનાલ નીચેથી પસાર થતી હોઈ તેના પરનો રસ્તો એસ આકારના વળાંક સાથે સાંકળો હોઈ બે વાહનો એક સાથે સામ સામેથી પસાર પણ થઇ શકતા નથી જેને લઇ અત્યાર સુધીમાં સાતથી વધુ અકસ્માત બન્યા છે જેમાં ત્રણ જેટલા કેસોમાં વાહનો કેનાલમાં પણ ખાબક્યા છે ત્યારે આ રસ્તો પોહળો કરવા સ્થાનિક લોકોએ આરએનબીને તંત્રને અનેક વાર રજૂઆત પણ કરી છે અધિકારીઓ નિરીક્ષણ કરવા પણ આવ્યા હતા પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી તેવું સ્થાનિક અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.

ડૉક્ટર હર્ષિલ પટેલે જણાવ્યું હતું કે કૂતરાને બચાવવા જતા ગાડી કેનાલમાં પડી ગઈ પરંતુ કેનાલમાં પાણીનો પ્રવાહ માર્યાદિત વહેતો હોઈ ઉપરાંત પાણી પણ ઓછું હોઈ ગાડી અંદર ન ડૂબતા ગાડીમાંથી બહાર આવી કેનાલ માંથી બહાર નીકળી ગયો હતો. અકસ્માત થતાં જ પહેલાં તો ગભરાઈ ગયો હતો. પરંતુ ઈશ્વરનો આભાર કે કંઈ થયું નથી. હાલ સલામત છું. ડૉક્ટર હર્ષિલ પટેલે કારના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં કૂતરાને બચાવવા જતાં કાર કેનાલમાં ખાબકી હોઈ તબીબે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડ્યાં હતાં અને આશ્રર્ય વ્યક્ત કર્યું હતું.

ગમ્યું તો આગળ શેર કરો.