ટ્રાફિક પોલીસના હપ્તારાજનો અહેવાલ ગરવી તાકાત દૈનિક અખબારમાં છપાતાં મહેસાણા એસ.પી.એ એક્શન લીધી
મહેસાણા જિલ્લા પોલીસવડાની કાર્યવાહીથી ટ્રાફિકનું હપ્તારાજ ચલાવતાં વહીવટદારોમાં સોંપો

મહેસાણા ડી.એસ.પી. પૃથ્વીરાજસિંહ ગોહિલે ટ્રાફિક તંત્રનું હપ્તારાજ બંધ કરાવ્યું.

કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ મોઢેરા સર્કલ તેમજ રાધનપુર સર્કલ પર ખાનગી વાહનચાલકો પાસેથી ટ્રાફિક પોલીસતંત્રના વહીવટદારો દ્વારા હપ્તારાજથી ચેઇન લાંબા સમયથી ખેંચાયેલી હતી. અને ખાનગી વાહનચાલકો સોશિયલ ડિસ્ટર્નસિંગનું પાલન કરાવ્યા વગર ઘેટા બકરાની માફક મુસાફરો ભરી જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનો અનાદર કરતાં હતાં. તો સાથે સાથે મુસાફરો પાસેથી કાયદેશર જે ભાડુ લેવાતું હતું. તેનાથી બમણું ભાડુ વસુલ કરવામાં આવતું હતુ. જેનો અહેવાલ ગરવી તાકાત પેપરમાં પ્રસિધ્ધ કરવામાં આવતા જિલ્લા પોલીસવડા પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા ટ્રાફિક પોલીસતંત્રના આ હપ્તારાજ પર પાબંઘી ફરમાવી બંધ કરાવી દીધુ છે.જેને પગલે વર્ષોથી ચાલતાં ટ્રાફિકતંત્રના હપ્તારાજ પર હાલ પુરતી તો રોક લગાવી દેતાં હપ્તાનું સંચાલન કરતાં વહીવટદારોમાં સોંપો પડી ગયો છે. અને હપ્તાવસૂલી બંધ થતાં હવે ટ્રાફિક પોલીસતંત્ર દ્વારા ખાનગી વાહનચાલકો પાસેથી રોકડી કરી લેવાનો નવો કિમિયો અપનાવવામાં આવ્યો હોવાનું ખાનગૂ વાહનચાલકો પાશેથી જાણવા મળી રહ્યુ છે.

બીજા સાથે સમાચાર શેર કરો.