ગરવીતાકાત,અરવલ્લી: સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સાસંદ શ્રી દિપસિંહ રાઠોડના રસ્‍તા અંગેના તેમજ જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રી હંસાબેન પરમારના જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરાયેલ કામગીરી, ધોરણ ૧૦ અને ૧૨ના અનુસૂચિત જાતિના વિધાર્થીઓને જાતિ પ્રમાણપત્ર આપવા, તેમજ ધનસુરાના કરોલી ગામે જયોતિગ્રામ યોજના અંતર્ગત વીજ કનેકશન આપવા ઉપરાંત રડોદરા મંડળીને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જયારે ભિલોડાના ધારાસભ્ય શ્રી ડૉ.અનિલભાઇ જોષીયારાએ વન અધિકાર આપવા,  ગ્રામ પંચાયતના વિભાજન બાદ નવિન મકાન બનાવવા તેમજ પેરામેડિકલના વિધાર્થીઓને શિષ્‍યવૃતિ સહાયમાં પડતી મુશ્કેલી અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. જયારે મોડાસાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાણી પીણી બજારની વ્‍યવસ્‍થાની તપાસ કરવા, સોલાર પ્‍લાન્‍ટમાં સ્‍થાનિકોને રોજગારી આપવા તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી અંગેના ધારાધોરણ અને  પ્રવાસન સ્થળોનો વિકાસ કરવાના પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી જેના નિરાકરણ માટે કલેકટર શ્રી દ્વારા  સબંધિત અમીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

તેમજ બાકી પેશન કેસો, કર્મચારીઓના ખાનગી અહેવાલ, કચેરીઓનું નિરીક્ષણ ઓનલાઇન ફરિયાદોનો નિકાલ તેમજ મોડાસાની જીનીયસ સ્‍કૂલ ખાતે યોજાનાર  જિલ્‍લાકક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી, ખેલમહાકુંભમાં ભાગીદારીતા વધે તેમજ ૭૦માં વન મહોત્સવના ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી

બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી ડૉ.હર્ષિત ગોસાવી,અધિક કલેકટર શ્રી. આર.જે.વલવી, સહિત પ્રાંત અધિકારીઓ  અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: