ગરવીતાકાત,અરવલ્લી: આજ રોજ અરવલ્લી જિલ્લા કલેકટર એ જાહેરનામું બહાર પાડેલ છે કે અરવલ્લી જીલ્લાના બાયડ, ધનસુરા અને મોડાસા હાઈવે પર અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા અને અન્ય સમસ્યાઓ ને ધ્યાને માં રાખીને અરવલ્લી જિલ્લા કલેકટર સાહેબ શ્રી.એમ.નાગરાજન એ બાયડ-ધનસુરા-મોડાસા હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ નું જાહેરનામું બહાર પાડયું છે, આ અકસ્માત અને લોકોની સમસ્યાઓ ને ધ્યાન માં રાખીને અરવલ્લી કલેક્ટર એ જાહેરનામું બહાર પાડયું છે. મોડાસા બાય પાસ થી વાયા ગોધરા વડોદરા થઈ મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ ભરવો પડે છે જે બચાવવા માટે ભારે કોમર્શિયલ વાહનો મોડાસા ધનસુરા બાયડ વાયા ડાકોર થઈ ને સીધા વડોદરા તરફ જતા હોઈ છે અને સ્ટેટ હાઇવે પર એ ડિવાઈડર વગર નો ટુ ટ્રેક હાઇવે માર્ગ છે આથી સ્ટેટ હાઇવે ૫૯ પર વ્યાપક પ્રમાણમાં ટ્રાફિક તથા તેના કારણે અવારનવાર અકસ્માતો થતાં હોવાની રજૂઆતો લોકો તરફથી મળેલ હોય તા. ૨૬/૦૬/૨૦૧૯ ના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ના રિજિયોનલ ઓફિસર દ્વારા લીધેલ મુલાકાત અહેવાલના આધારે તેમજ જનતાના જાહેરહિત ને ધ્યાનમાં રાખીને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એ બાયડ ધનસુરા મોડાસા સ્ટેટ હાઇવે ૫૯ પર વાહનોની ગીચતા ઘટાડવાના પ્રયાસ રૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ ને શામળાજી થી આવતા ભારે વાહનોને ગોધરા તરફ ના નેશનલ હાઈવે પર ડાઇવર્ટ કરવા નું જાહેરનામું બહાર પાડવા આદેશ થઈ આવેલ છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: