એલ્ડરલી હોમ હેલ્થ કેર તાલીમ કોર્સના સર્ટિફિકેટ અને સ્ટાઇપેન્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો….

ગરવીતાકાત,અરવલ્લી: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ ,પરિવાર કલ્યાણ અને આરોગ્ય શાખા ગાંધીનગર ,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા સંયુક્ત ઉપક્રમે મોડાસા ખાતે યોજાયેલી  એલ્ડરલી હેલ્થ કેર એટેન્ડન્ટ –આસીસ્ટન્ટ કોર્સની બેચ નં-1 અને 2 ના વિધાર્થીઓને સર્ટિફિકેટ તથા સ્ટાઇપેન્ડ વિતરણનો કાર્યક્રમ આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી ,ના મુખ્યાલય ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેક્ટરશ્રી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી –અરવલ્લી જિલ્લા શાખાના પ્રમુખશ્રી –આદરણીયશ્રી અમૃતેશ ઔરંગાબાદકર સાહેબના પ્રમુખ સ્થાને યોજાઇ ગયો. આ પ્રસંગે મુખ્ય અતિથી શ્રી ડેપ્યુટી કલેક્ટર –અને પ્રાંત અધિકારી સાહેબ શ્રી  બાયડ , ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી –અરવલ્લી જિલ્લા શાખા મોડાસા ના ચેરમેનશ્રી ભરતભાઇ પરમાર ,સેક્રેટરી શ્રી રાકેશભાઈ જોષી ,ખજાનચી શ્રી  જિતેન્દ્રભાઈ અમીન ,કારોબારી સભ્યો સર્વશ્રી વિઠ્ઠલભાઈ પટેલ ,શ્રી અરવિંદભાઇ શ્રીમાળી , મેઘરજ તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી દીપકભાઈ રામદેવપુત્રમ , મહિલા અગ્રણી ડો. દીપ્તિબેન ઉપાધ્યાય ,શ્રી જયેન્દ્ર્ભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલીમ પામેલા પ્રથમ અને બીજી બેચના 60 વિધાર્થી ભાઈ –બહેનોનું  સર્ટિફિકેટ અને સ્ટાઇપેન્ડ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: