ગરવીતાકાત,અરવલ્લી: વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને મંગળવારે કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં મોબ લિંચિંગનો દુષ્પ્રચાર કરી તોફાનો કરાવાની સાજીશ કરી રહેલ હિન્દૂ દ્રોહી દેશ વિરોધી જેહાદી ગતિવિધિઓ ઉપર અંકુશ લાદવા માંગ કરવામાં આવી હતી.

અરવલ્લી જીલ્લા વીએચપીના મહેશભાઈ ભાવસાર, સંજય ભાવસાર,રાજુ પટેલ સહિતના કાર્યકરો અને બજરંગ દળના સદસ્યોએ એડિશનલ કલેક્ટર વલવી ને આવેદનપત્ર આપી દેશમાં છેલ્લા કેટલાય સમયથી અલગાવવાદી માનસિકતા સાથે જેહાદી સંગઠનોની દેશ વિરોધી અને હિન્દૂ દ્રોહી ગતિવિધિઓના કારણે હિન્દૂ સમાજ અને હિન્દૂ ધર્મ સ્થળો પર ટોળાઓ દ્વારા હુમલા અને મોબિલિન્ચિંગ ના નામ પર નાની ઘટનાઓને મોટું સ્વરૂપ આપી હિન્દૂ સમાજને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે કેરળ, બંગાળ, કર્ણાટક રાજ્યમાં હિંદુઓ પર થઈ રહેલા જાન લેવા હુમલા,દિલ્હીમાં મંદિર પર થયેલા હુમલાને શખ્ત શબ્દોમાં વખોડી દેશ વિરોધી ગતિવિધિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે શખ્ત કાર્યવાહી કરાવાની માંગ કરી હતી

બીજા સાથે સમાચાર શેર કરો.