ગરવીતાકાત,અરવલ્લી: ઉંઝા નજીક વારવાડાના અને ગાંધીધામ સ્થાયી થયેલા હરેશ સોલંકી નામના યુવાન માંડલના વરમોરમાં અભયમ્ ૧૮૧ની ટીમ અને પોલીસની હાજરીમાં જ હરીશ યશવંતભાઈ સોલંકી (ઉ.વ.ર૩) નામના દલિત યુવાને

પ્રેમલગ્ન કર્યા બાદ પોલીસ સાથે પોતાની પત્નીને લેવા ગયેલા દલિત યુવાનને યુવતીના પિતા, ભાઈ સહિત આઠ ઈસમોએ ધારિયા, તલવાર, છરી તેમજ લાકડીથી જીવલેણ હુમલો કરીને યુવાનને જાહેરમાં રહેંસી નાખ્યો હતો જેનો પડઘો સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે

અરવલ્લી જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હત્યા બાબતે સાચી અને ન્યાયિક તાપસ અંગેની માંગ કરી હતી

અનુ.જાતિના અગ્રણી ડાહ્યાભાઈ જાદવ,આનંદ પરમાર,લાલજી ભગત,નટુ ભાઈ બારોટ સહિતના અગ્રણીઓએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર રાજ્યમાં દિન-પ્રતિદિન દલિતો પર થતા અત્યાચારનું પ્રમાણ વધતા અને અત્યાચારો સામે દલિત સમાજને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહેતા અત્યાચારીઓમાં ભય રહ્યો નથી જેથી અત્યાચારોનું પ્રમાણ વધતા સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હોવાનું જણાવી રાજ્ય સરકાર દલિતો પર થતા અત્યાચારમાં આરોપીઓને શખ્ત સજા કરવામાં આવેની રજુઆત કરી હતી