રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી બનાસકાંઠા દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું 

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,બનાસકાંઠા
ઉત્તરપ્રદેશના લખનઉમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા દિવ્યાંગ મહિલા આરતી સિંગને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ખોટી રીતે હેરાન પરેશાન કરી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. એ માટે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી બનાસકાંઠા ટીમ દ્વારા તેમને ન્યાય અપાવવા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આ પણ વાંચો – લાલાવાડા ગામે મનરેગા કૌભાંડ મુદ્દે મહિલાઓનું ટોળું કલેક્ટર ઓફિસે પહોંચ્યું 

આ સાથે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કપિલ ચૌહાણ ,બનાસકાંઠા વિકલાંગ વિકાસ ટ્રસ્ટ બનાસકાંઠા પ્રમુખ દિનેશભાઈ મકવાણા,બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ ભગાજી વિસાતર,મીડિયા કનવિનર સાજન ઠાકોર, મહિલા ઉપપ્રમુખ વર્ષાબેન રાઠોડ , સહ મંત્રી ભારતીબેન પટણી, મેમદપુર થી સાગરભાઈ ભાટિયા, રમણભાઈ ભાસોણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.