પાલનપુર@વાઈરલ/ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ન જવાની અપીલ પોસ્ટ થઈ વાયરલ 

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૧)

સિવિલના ખાનગીકરણ બાદ વહીવટ બગડ્યો : સિવિલમા અણઘડ સ્ટાફ હોવાની રાડ. 

બનાસકાંઠાના પાલનપુર ખાતેની મુખ્ય સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ વહીવટ કથળી ગયો હોવાનું અને સિવિલમા અણઘડ સ્ટાફ હોવાની બુમરાણ વચ્ચે સિવિલમાં સારવાર માટે ન જવા માટે સોશિયલ મીડિયા પર એક અપીલ કરતી પોસ્ટ વાયરલ થવા પામી છે. જેને લઇ ચકચાર મચી જવા પામી છે.

બનાસકાંઠા જિલ્લાના ગરીબ અને લાચાર દર્દીઓ માટે એક સમયે જીવાદોરી સમાન ગણાતી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ એટલે કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખાનગીકરણ કરાયા બાદ વહીવટ કથળી ગયો હોવાની વ્યાપક રાવ ઉઠવા પામી છે. જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ અણગડ હોવાની અને ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવતુ હોવાની વ્યાપક બૂમરાણ છે. ત્યારે સમગ્ર આવી ફરિયાદો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયા પર એક ચેતવણી આપતી પોસ્ટ વાયરલ થઈ છે જેમાં લખવામાં આવ્યું છે કે “બનાસકાંઠાની નમાલી પ્રજાને અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે હવે ઇમરજન્સી સારવાર માટે તમારા સ્નેહીજનોને સિવિલમાં ન લાવતા સિવિલમાં અણગડ સ્ટાફ અને ઈન્જેક્શન આપતા પણ હાથ ધ્રૂજે તેવા ડોક્ટરની સેવા છે.આ બધું નમાલી નેતાગીરીને આભારી છે.” ત્યારબાદ લખવામાં આવ્યું છે કે “જોઈએ છે” શ્રી બી.કે.ગઢવી અને કાંતિલાલ કચોરીયા જેવા લોકનેતા”. આમ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં અણઘડ સ્ટાફની બૂમરાણ વચ્ચે આવી પોસ્ટ વાયરલ થતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

તસ્વીર અહેવાલ જયંતી મેતીયા પાલનપુર 

ગમ્યું તો આગળ શેર કરો.