hindu janjagruti samiti
હિંદુ જનજાગૃતિ સમિતિના ઓનલાઈન સંવાદનો થમ્બનેઈલ

મહાત્‍મા ગાંધીએ ખિલાફત ચળવળને પીઠબળ આપતી વેળાએ ક્રૂર મોગલ આક્રમકોને સારા કહેવાનો પ્રારંભ કર્યોતેમનું ઉદાત્તીકરણ કર્યુંજેથી મુસલમાનો ખુશ થઈને સ્‍વતંત્રતા લડાઈમાં સહભાગી થાયપણ આ નિમિત્તે ખોટો ઇતિહાસ કહેવાનો પ્રારંભ થયોસ્‍વતંત્રતા પછી સોવિયેત કમ્‍યુનિસ્‍ટોના પ્રભાવથી દેશમાંના શિક્ષણમાં હિંદુ ધર્મને ત્‍યાજ્‍ય ગણવામાં આવ્‍યોગાંધીનહેરુના કાળથી ભૂલભરેલો ઇતિહાસ લખવાનું ચાલુ કરવામાં આવ્‍યુંતેમાંથી ડાબી વિચારસરણીના અર્થાત્ હિંદુવિરોધી વિચાર લોકો પર લાદવામાં આવવા લાગ્‍યાહિંદુવિરોધી ઇતિહાસ અનેક દશકોથી શીખવવામાં આવી રહ્યો છેવર્તમાન શિક્ષણમાં પણ હિંદુવિરોધી અને દેશવિરોધી સૂત્રો સારા કહીને ભણાવવામાં આવી રહ્યા છેએવું સજ્‍જડ પ્રતિપાદન જ્‍યેષ્‍ઠ લેખક અને સ્‍તંભલેખક શ્રીશંકર શરણે કર્યું છેતેઓ ‘હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત ‘સેક્યુલર શિક્ષણ કે પછી હિંદુવિરોધી પ્રચારતંત્ર આ ‘ઑનલાઈન પરિસંવાદ’માં બોલી રહ્યા હતાઆ કાર્યક્રમ હિંદુ જનજાગૃતિ સમિતિના સંકેતસ્‍થળ Hindujagruti.org, યુટ્યૂબ અને ટ્વીટર પર 2853 લોકોએ પ્રત્‍યક્ષ નિહાળ્યો.

આ સમયે ‘ભારતીય શિક્ષણ મંચ’ના અખિલ ભારતીય સંયોજક શ્રીદિલીપ કેળકરે કહ્યું કેજેએનયુ અને અલીગઢ મુસ્‍લિમ વિશ્‍વવિદ્યાલયોમાં ભારતવિરોધી ઘોષણાઓ સાથે જ સ્‍વાસાવરકર અને સ્‍વામી વિવેકાનંદના પૂતળાંનું વિડંબન થવા પાછળનું મૂળ કારણ ‘સંપૂર્ણ જીવન અભારતીય હોવુંએ છેતેને કારણે આપણે શિક્ષણ સાથે જ ન્‍યાયઉદ્યોગકલા એવા બધા જ ક્ષેત્રોમાં ભારતીય જીવન પદ્ધતિ લાવવી જોઈએજ્‍યારે ‘મધ્‍ય પ્રદેશ સાહિત્‍ય એકેડેમીના સંચાલક શ્રીવિકાસ દવેએ કહ્યું કે, ‘‘સા વિદ્યા યા વિમુક્તયે !’ અર્થાત્ જે શિક્ષણ મુક્તિ આપે છેતે જ ખરું શિક્ષણ છેઆપણા ઋષિમુનિઓએ આંતરિક જ્ઞાનને પ્રગટ કરવાની શિક્ષણપદ્ધતિ ચાલુ કરી હતીતે શિક્ષણના મૂળ ઉદ્દેશથી આજે આપણે દૂર ફેંકાઈ ગયા છીએજો સારી વ્‍યવસ્‍થા પ્રસ્‍થાપિત કરવી હોયતો નાનપણથી ધર્મશિક્ષણ આપવું એ સર્વ શ્રેષ્‍ઠ શિક્ષણ છે.’’ આ સમયે બોલતી વેળાએ ‘હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્‍ટ્રીય માર્ગદર્શક સદ્‌ગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળેએ કહ્યું કેભારતીય બંધારણ તો પ્રસ્‍તાવનામાં સહુકોઈને સમાનતાનો હક આપે છેપણ પ્રચલિત શિક્ષણમાં લઘુમતિ ધરાવનારા અને બહુમતિ ધરાવનારાઓમાં ભેદ અને અસમાનતા છેબંધારણની કલમ 28 અનુસાર કોઈપણ ધાર્મિક શિક્ષણ માટે સરકારી અનુદાન આપી શકાય નહીંતેથી બહુમતિ ધરાવનારા (હિંદુઓનેપોતાના ધર્મનું શિક્ષણ આપી શકાતું નથીપણ કલમ 30 અનુસાર લઘુમતિ ધરાવનારા (મુસલમાનોનેતેમના ધર્મનું શિક્ષણ સરકારી અનુદાન દ્વારા આપી શકાય છેઆ તો સીધી રીતે જ ધર્મના આધાર પર ભેદભાવ કરવામાં આવી રહ્યો છેજે સંકેલવો જોઈએ

(આ લેખમાં પ્રસ્તુત વિચારો ગરવી તાકાતના નથી, માત્ર વાચકોની જાણકારી માટે આ પ્રેસનોટ પ્રકાશીત કરવામાં આવી છે જેથી લોકો માહિતગાર થાય કે, આ પ્રકારની ગોસ્ઠીઓ પણ યોજાય છે. જેમાં આધુનીક શિક્ષણ પ્રણાલી ઉપર પ્રશ્નાર્થ ચીન્હો ઉભા કરી ધાર્મીક શિક્ષણ આપવાની વાત કરી દેશને રસાતાળમાં ધકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને બીજી તરફ લધુમતિના ધાર્મિક શિક્ષણનો વિરોધ પણ કરાય છે. જ્યાં સુધી વિષયનુ એવીડેન્સ બેઝ્ડ રીસર્ચ થાય નહી અને તે તર્કની કસોટી પર ખરૂ ના ઉતરે હોય ત્યા સુધી ગરવી તાકાત કોઈ પણ ધાર્મીક શિક્ષણને મુખ્યધારાના શિક્ષણ પ્રણાલીમાં પ્રવેશ આપવાનુ હીમાયતી નથી.)

Contribute Your Support by Sharing this News:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here