*આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ ગાંધીનગર રેન્જ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, નિલેશ જાજડીયા સાહેબ* મહેસાણા નાઓએ મહેસાણા જીલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધ તથા વાહન ચોરી ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મહેસાણા નાઓને સૂચના કરેલ. જે અનુસંધાને અમો *એસ.એસ.નિનામા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મહેસાણા તથા ASI હીરાજી, ASI રત્નાભાઇ, HC રાજેન્દ્રસિંહ, HC નરેન્દ્રસિંહ, HC મહેન્દ્રકુમાર, HC નિલેશકુમાર, HC રશ્મેન્દ્રસિંહ, HC મહેન્દ્રસિંહ* વિગેરે સ્ટાફના માણસો ઉંઝા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૫૦૫/૨૦૧૮ના ગુના કામે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર નંબર- જી.જે.-૦ર-સી.જી.-૦૯૦૭ ની કબજે કરવામાં આવેલ જે ગુનાના આરોપી ગુલાબસિંહ ઉર્ફે વાસુ રામસિંહ રહે.રામનગર તા.દાંતીવાડા જી.બનાસકાંઠા વાળા રજુ થતા સદરહું ગાડીના સાધનિક કાગળો માંગતા તેઓની પાસે ન હોઇ અને તેઓએ સદર સ્વીફટ ગાડી વેચાણ લીધેલાનું જાણવતા વેચાણ આપનાર ઇસમોની પુછપરછ કરતાં સદરહું ગાડી પ્રથમ વેચાણ આપનાર રાજપુત સંદીપસિંહ પ્રવિણસિંહ રહે.લણવા તા.ચાણસ્મા જી.પાટણ વાળા હોઇ તેઓને બોલાવી વિશ્વાસમાં લઇ સદર સ્વીફટ ગાડી બાબતે યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક પુછપરછ કરતાં તેઓએ આ સ્વીફટ ગાડી *પોતે તથા સોલંકી સંજયસિંહ વિક્રમસિંહ તથા સોલંકી કિરપાલસિંહ વાઘુભા તથા પટેલ ધવલ ચીનુભાઇ રહે. ત્રણેય અબાસણા તા.દેત્રોજ જી.અમદાવાદ*નાઓ ચારેય જણાઓએ ભેગા મળી આજથી આઠ થી નવેક માસ ઉપર મહેસાણા વાઇડ એંગલ સામે આવેલ ચામુંડા ઓટો કન્સલ્ટના વાડામાંથી રાત્રીના સુમારે ચાવી લગાવી ચાલુ કરી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા હોઇ (૧) રાજપુત સંદીપસિંહ પ્રવિણસિંહ રહે.લણવા તથા સોલંકી સંજયસિંહ વિક્રમસિંહ રહે.અબાસણા વાળાઓને આજરોજ સી.આર.પી.સી.ક.૪૧(ર) મુજબ મહેસાણા મૂકામે અટક કરી *મહેસાણા શહેર-બી ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭ર/૧૮ ઇપીકો ક.૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો શોધી* કાઢવામાં આવેલ છે.
આમ મહેસાણા એલ.સી.બી. પોલીસે ફોર વ્હીલર તથા ટુ વ્હીલર મળી વાહન ચોરીના ર-ગુના શોધી કાઢી મુદ્દામાલ રીકવર કરી ખુબજ પ્રસશંનીય કામગીરી કરેલ છે.
બીજા સાથે સમાચાર શેર કરો.