ગરવી તાકાત,દિલ્હી

એક રિપોર્ટના મતે નેપાળના કંચનપુર જિલ્લાના ભીમદત્ત નગરપાલિકાના મેયર સુરેન્દ્ર બિષ્ટનું કહેવું છે કે અમારી નગરપાલિકાના અંતર્ગત ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારની અંતર્ગત ચંપાવત જિલ્લાના જંગલોનો કેટલોક હિસ્સો આવે છે.
સુરેન્દ્ર બિષ્ટનો દાવો છે કે ચંપાવતના જંગલોમાં બનાવામાં આવેલ સામુદાયિક વન સમિતિ કેટલાંય વર્ષોથી ભીમદત્ત નગરપાલિકાની અંતર્ગત કામ કરે છે. કેટલાંય વર્ષો પહેલાં નગરપાલિકા એ આ વિસ્તારમાં લાકડાની વાડ થવા લાગી. જે જૂનો થતાં તાજેતરમાં જ બદલી દેવાયો છે.

નેપાળનું કહેવું છે કે ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ વિસ્તારનો ચંપાવત જિલ્લો તેમની સરહદમાં આવે છે. આ દાવો નેપાળના કંચનપુર જિલ્લાના ભીમદત્ત નગરપાલિકાના મેયરે કર્યો છે. કારણ કે તેમના જંગલો માટે બનાવામાં આવેલી કોમ્યુનિટી ફોરેસ્ટ કમિટી તેમના નગરપાલિકા ક્ષેત્રમાં આવે છે.

આ પણ વાંચો –ચીને ભારતીય સેના ઉપર ફાઈરીંગ અને LAC ને ઓળંગવાના આરોપ લગાવ્યા,ભારતીય સેનાએ ફગાવ્યા આરોપ

ચંપાવત જિલ્લાના સૂત્રોના મતે લાકડાના આ વાડને લગાવા માટે અંદાજે 45 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. જ્યારે મેયર સુરેન્દ્ર બિષ્ટને પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે આ દાવો કરી શકો છો તો તેમણે કહ્યું કે જે ભાગમાં વાડ લગાવી હતી તે નો મેન્સ લેન્ડ છે.

સુરેન્દ્ર  બિષ્ટ આગળ કહે છે કે આ તસવીર એકદમ સ્પષ્ટ છે. અમે નથી ઇચ્છતા કે સરહદને લઇ કોઇ વિવાદ થાય કારણ કે સરહદ વિવાદ કોઇની પણ માટે સારો નથી. પરંતુ અમે એ ઇચ્છીએ છીએ કે આ મામલો ઝડપથી ઉકેલી લેવાશે. થોડાંક દિવસ પહેલાં જ ચંપાવત જિલ્લાના ટનકપુરમાં સરહદ વિવાદ ઉઠ્‌યો હતો જ્યારે નેપાળી નાગરિકોએ પિલર સંખ્યા 811 પર પોતાનો કબ્જો જમાવી લીધો હતો. તેમનો દાવો હતો કે આ પિલર નો-મેન્સ લેન્ડમાં આવે છે.

બીજા સાથે સમાચાર શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here