ભારતને આત્મનિર્ભર બનવા માટે અને આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર આયાત પ્રતિબંધ સહિતના કડક પગલાં લઇ રહી છે. હવે સરકારે પાવર ટિલર અને તેના પાર્ટ્સની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

વિદેશ વેપાર નિર્દેશાયલ (ડીજીએફટી)એ એક પરિપત્રમાં જણાવ્યુ છે કે, પાવર ટિલર અને તેના પાર્ટ્સની આયાત નીતિને સંશોધિત કરીને તેને મુક્તમાંથી પ્રતિબંધિત શ્રૈણીમાં મૂકી દેવામાં આવી છે. કોઇ પ્રોડક્ટ્સને પ્રતિબંધિત શ્રૈણીમાં મૂકવાનો અર્થ છે કે આયાતકારે તેની આયાત કરવા માટે પહેલા ડીજીએફટી પાસેથી લાઇસન્સ લેવુ પડશે.

ટિલર એક એગ્રિકલ્ચર મશિન છે, જેનો ઉપયોગ ખેતી માટેની જમીન સમતલ કરવા માટે થાય છે. પાવર ટિલરના પાર્ટ્સમાં એન્જિન, ટ્રાન્સમિશન, chassis અને rotavator શામેલ છે.

ડીજીએફટીએ એક જાહેર પરિપત્રમાં જણાવ્યુ છે કે, આયાત લાઇસન્સ દેવા માટેની પ્રક્રિયા તૈયાર કરાઇ છે. એક વર્ષમાં કોઇ પણ ફોર્મ/ તમામ ફોર્મને ઇશ્યૂ કરાયેલા ઓથોરાઇઝેશનની કુલ મૂલ્યના 10 ટકાથી વધારે હશે નહીં. આવી રીતે પાવર ટિલરના પાર્ટ્સની માટે પણ 10 ટકાની મર્યાદા નક્કી કરી છે. પરિપત્રમાં જણાવ્યુછે કે અરજકર્તા ઓછામા ઓછા ત્રણ વર્ષ સુધી આ ક્ષેત્રમાં કાર્યરત હોવો જોઇએ અને પાછલા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા 100 પાવર ટિલરનું વેચાણ કર્યુ હોવુ જરૂરી છે.

પરિપત્રમાં જણાવ્યુ છે કે, પાવર ટિલર અને તેના કમ્પોનન્ટ્સની આયાત માટે માત્ર મેન્યુફેક્ચર્ડ જ તેના ઇમ્પોર્ટ ઓથોરાઇઝેશન માટે લાયક ગણાશે. અરજકર્તા પાસે ફેક્ટરી, ટ્રેઇનિંગ, વેચાણ પછીની સર્વિસ અને સ્પેર પાર્ટ્સ માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે.