અમેરિકમાં લૂંટનાં ઇરાદે વધુ એક ભટાસણા ગામનાં યુવાનની હત્યા

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૭)

અમેરિકામાં વધુ એક ગુજરાતીનું લૂંટનાં ઇરાદા હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મહેસાણાનાં કડી તાલુકાનાં ભટાસણ ગામના 48 વર્ષનાં નવનીતભાઈ મણિભાઈ પટેલની હત્યા થઈ છે. ઘણાં સમયથી તેઓ અમેરિકામાં રહેતા હતાં. તેઓ પત્ની તથા પુત્ર સાથે અમેરિકામાં રહેતા હતા. વોર્નર રોબિન્સ પોલીસ વિભાગ દ્વારા મીડિયાને આપેલી વિગતો પ્રમાણે, અમેરિકાના જ્યોર્જિયા ખાતે હત્યાનો બનાવ બન્યો હતો. મહત્વનું છે કે, એક મહિનામાં ભટાસણાનાં બીજા યુવાનની અમેરિકામાં હત્યા થઇ છે.

જોટાણા તાલુકાના ભટાસણ ગામના નવનીતભાઈ (ભીખાભાઈ) મણીલાલ પટેલ  છેલ્લા તેર વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાનાં વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. ગત રવિવારે 700 રશેલ પાર્કવે ખાતેની એક્સ્પ્રેસ શોપ પર સાંજે 5:30 કલાકની આસપાસ પોલીસને બોલાવવામાં આવી હતી. હત્યારાઓ લૂંટ કરવા આવ્યા હતા અને લૂંટ દરમિયાન સ્ટોરમાં કામ કરતા કર્મીને ગોળી વાગી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં અન્ય કર્મચારીઓનો બચાવ થયો હતો.

જેના પગલે તેમની સાથે અમેરિકામાં રહેતા તેમના પત્ની અને પુત્રનાં માથે આભ તૂટ્યું હતું. આ દુર્ધટનાની જાણ ભટાસણા ગામમાં થતાં ત્યાં પણ શોકનો માહોલ સર્જાયો હતો. અમેરિકાના સાઉથ કેરોલી સ્ટેટનાં ડેનમાર્ત શહેરમાં આવેલા રેસ્ટોરન્ટમાં નોકરી કરતા કડી તાલુકાનાં ભટાસણ અને માણસા તાલુકાનાં ખરાણા ગામનાં કિરણ પટેલ અને ચિરાગ પટેલની લૂંટનાં ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ ગોળીઓ મારીને હત્યા કરી નાંખી હતી. હજુ આ ઘટના ભૂલાઇ નથી ત્યારે વધુ એક ગુજરાતીની હત્યા થતાં રોષ ફેલાયો છે.

ગમ્યું તો આગળ શેર કરો.